HomeGujaratમોરબીના પીપળી રોડ પર થયેલ લુંટની ઘટનામાં પોલીસે બાકીના 14 લાખ રીકવર...

મોરબીના પીપળી રોડ પર થયેલ લુંટની ઘટનામાં પોલીસે બાકીના 14 લાખ રીકવર કર્યા

ફોટો ફાઈલ

INDIA EXACT NEWS

મોરબીના બેલા રોડ પર આવેલ કલેક્શન કનો પ્રા.લી. નામની ફેક્ટરીમાં કેશિયર તરીકે કામ કરતા ચંદ્રેશભાઇ રવજીભાઇ શિરવી તા .૧૫/૧૨/૨૦૨૨ ના સાંજે કારખાનેથી નવી પીપળી ગામ ખાતે તેના ઘરે જતા હતા તે દરમિયાન જૂની અને નવી પીપળી ગામ વચ્ચે આવેલ કાચા રોડ પર અજાણી ફીર વ્હીલ કારે તેમની બાઈક સાથે કાર ભટકાડી પાડી દીધા હતા અને કારમાંથી ત્રણ માણસો ચંદ્રેશ ભાઈને માર માર્યો હતો તેમજ તેમની પાસે રહેલા રૂ 29 લાખ રોકડા ભરેલ થેલો ઝુંટવી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ચંદ્રેશભાઈ વિરુદ્ધ ગુન્હો નોધિ આરોપીની શોધખોળ હાથ ધરી હતી આ બનાવમાં પોલીસે સતર્કતા દાખવી અર્જુનગીરી નારદગીરી ગોસાઈ ગોસાઇ,) ભગવાન ઉર્ફે ભગો સ/ઓ કરશનમાંઇ આલ,દશરથ ઉર્ફે લાદેન જાલુભાઇ પરમાર મહિપાલસિંહ ઉર્ફે મહીપતસિંહ અભેસંગ ગોહીલ મયુરભાઈ ઉર્ફે મયુરસિંહ દીલીપસીહ ડોડીયારાજેન્દ્રસિંહ ઉર્ફે રાજાભા દિલીપસિંહ લીંબોલા શકિતસિહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલને ઝડપી લીધા હતા અને તેની પાસેથી લુટ કરાયેલ 29 લાખમાંથી 15 લાખ જપ્ત કર્યા હતા અ ઉપરાંતન લુટમાં વપરાયેલ કાર સહિતનો મુદામાલ કબજે કર્યો હતો આ બનાવમાં 14 લાખ રીકવર કરવાના બાકી હતા આરોપીની પૂછપરછ કરતા આરોપી શક્તિસિંહ દ્વારા તેમના હળવદ ખાતેના ભાડાના મકાનમાં છુપાવેલ હોવાની કબુલાત આપી હતી કબુલાત આધારે પોલીસે બાકીની 14 લાખ જપ્ત કર્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW