મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ ધરમશી લક્ષ્મણ પોપટ કોટન મિલની મશીનરીના કન્વેયર બેલ્ટના ભાગમાં સાંજના સમયે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગને પગલે થોડી વાર માટે હાજર લોકોના શ્વાસ પણ અધ્ધર થઇ ગયા હતા જોકે ફાયર ટીમ દ્વારા સમયસર આગ કાબુમાં લઇ લેતા મોટી દુર્ઘટના થતી બચી ગઈ હતી અને જાન હાની ન થતા લોકો રાહતનો શ્વાસ લીધો હતો.

