HomeGujaratહળવદના ઘનશ્યામપુરમાં હત્યાના 2 આરોપીને આજીવન કેદ ફટકારતી મોરબી એટ્રોસિટી કોર્ટ

હળવદના ઘનશ્યામપુરમાં હત્યાના 2 આરોપીને આજીવન કેદ ફટકારતી મોરબી એટ્રોસિટી કોર્ટ

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં આવેલ ડોળકી હનુમાન મંદિર સામે 31/05/16ના રોજ આજ ગામના નટુભાઈ વાલજીભાઈ રાઠોડ અને તેમના ભાઈ કિશોરભાઈ વાલજીભાઈ રાઠોડ ગામમાં આવેલ જ્ઞાતિની મંડળીની ૨૦૦ વીઘા જમીન પૈકીની 15 વિધા જમીનમાં વાવણી કરતા હોય ઘટનાના દિવસે નાગજી લક્ષમણ ખાંભલા નામના શખ્સે ફોન કરીને તે જે જમીનમાં વાવણી કરે છે તેમાં વાવણી કરતો નહી નહિતર જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી બાદમાં ફરીયાદી નટુભાઈ તેમના ભાઈ કિશોરભાઈ અને પરિવારના સભ્યો તેમની વાડી ગયા ગયા હતા તેમની જમીનના ઉપર ભાગે આવેલ ધીરુભાઈ ગોવિંદભાઈ પટેલની બોલેરો ગાડીનો ડ્રાઈવર નાગજી લક્ષમણ ખાંભલા અને વિનોદ ઉર્ફે વિનું અમરશી રાત્રોજા અચાનક પુર ઝડપે બોલેરો ગાડી હકારી પરિવારજનો પર ચઢાવી દેવાના ઈરાદે ધસી આવ્યા હતા ફરીયાદીના ભાઈ કિશોરભાઈ પર ગાડી ચઢાવી દઈ હત્યા કરવામાં આવી હતી આ ઘટનામાં નટુભાઈ રાઠોડે ધીરુભાઈ ગોવિંદભાઈ પટોળીયા,નાગજી લક્ષ્મણ ખાંભલા અને વિનોદ ઉર્ફે વિનું અમરશી રાતોજા વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી આ બનાવમાં ત્રણેય આરોપીની ધરપકડ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યા હતા જે બાદ કેસ કોર્ટમાં ચાલ્યો ગયો હતો પોલીસે કેસમાં ચાર્જસીટ ફાયલ કર્યા બાદ મોરબી મેજીસ્ટ્રેટ વી એ બુદ્ધની સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટમાં સરકારી વકિલ સંજય દવે દ્વારા ફરીયાદી તરફથી ધારદાર દલીલ કરી હતી તેમજ કેસ સાથે જોડાયેલ 22 મૌખિક પુરાવા અને 38 લેખિત પુરાવા રજુ કર્યા હતા કેસ હિયરીંગ ચાલ્યા બાદ આજે તેમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યા મેજીસ્ટ્રેટદ્વારા આરોપી નાગજી લક્ષ્મણ ખાંભલા અને વિનોદ ઉર્ફે વીનું અમરશી રાતોજાને ગુનેગાર ઠેરવી આજીવન કેદ અને રૂ ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો તો અન્ય એક આરોપી ધીરુભાઈ ગોવિંદભાઈ પાટોડિયાને નિર્દોષ છોડવા હુકમ કરવામાં આવ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW