HomeGujaratCentral Gujaratમોરબીના મિત્રોને નડીયાદ પાસે અકસ્માત નડ્યો અમદાવાદથી સાથે આવેલ યુવકનું મોત

મોરબીના મિત્રોને નડીયાદ પાસે અકસ્માત નડ્યો અમદાવાદથી સાથે આવેલ યુવકનું મોત

મોરબી ના ત્રણ મિત્રો અમદાવાદથી એક યુવાન બિઝનસ અર્થે મુંબઈ ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે વહેલી સવારે વડોદરા અમદાવાદ હાઈવે પર નડીયાદના ગ્રામ્ય વિસ્તાર પાસેથી પસાર થતા હતા તે દરમિયાન કારનું ટાયર એકાએક ફાટયુ હતું જેના કારણે કાર બેકાબુ બની હતી અને હાઈવે પર જ ઊંધી થઈ ગઈ હતી. અકસ્માતમા અમદાવાદના યુવાનનું સ્થળ પર મોત નિપજ્યું છે. જ્યારે મોરબીના 3 વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોચી હતી.

મોરબીમાં રહેતા મધુભાઇ હરજીવનભાઇ સરડવાની અને તેઓના મિત્ર ચિરાગભાઇ ચીમનભાઈ બાલ્ટા તથા વિશાલભાઇ હેમંતભાઇ ગોધાણીની (GJ 10 DE 3946) નંબરની વર્ના ગાડી લઇને અમો અમદાવાદના ગોતા ચોકડી ICB ફ્લોર એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશભાઈ ભીમજીભાઇ દઢાણીયાના ઘરે આવેલા અને ત્યાંથી આ તમામ મિત્રો મુંબઈ ધંધા અર્થે ગત 14મી ડીસેમ્બરે નીકળ્યા હતા. જ્યાંથી પરત અમદાવાદ ફરતી વેળાએ આકસ્માત સર્જાયો છે. એક્સપ્રેસ હાઇવેના જોશીપુરા સીમ નજીક આ કારનું ડ્રાઇવર સાઇડનું આગળના વ્હીલનું ટાયર ફાટતા કાર આગળ જતા કોઈ ટ્રક સાથે અથડાઈ અને પલ્ટી મારી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિ અલ્પેશભાઈ ભીમજીભાઈ દઢાણીયાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે જયારે વિશાલભાઇ હેમંતભાઇ ગોધાણી, ચિરાગભાઇ ચિમનભાઈ બાલ્ટા તથા અન્ય એકને સામાન્ય ઇજા થયી છે. બનાવ અંગે નડીયાદ પોલીસે અક્સમાત મોત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW