મોરબી શહેરના સરદાર બાગ પાસે આવેલ ભારત પેટ્રોલ પંપ ના પાછળના ભાગે આવેલ શેરીમાં આવેલ કચરાના ઢગલામાં સવારે 10 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો સ્ટાફ મીની ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો તો બપોર બાદ 3 વાગ્યાની આસપાસ રવાપર ઘુનડા રોડ પર આવેલ ઈડન હિલ નજીક ખુલ્લા મેદાનમાં પડેલા ઘાસમાં આગ ફાટી નીકળી હતી અહી પણ મોરબી ફાયર વિભાગની ટીમે પણ પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. બન્ને બનાવમાં કોઈ જાન હાની થઇ ન હતી ઈડન હિલ પાસે લાગેલ આગમાં ફાયર વિભાગની ટીમે એક જંગલી જનાવરનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢી તેનો જીવ પણ બચાવ્યો હતો

