મધ્યપ્રદેશના જબલપુરમાંથી હાલ આજ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.મધ્ય પ્રદેશમાં એક ભયંકર રોડ અકસ્માત થયો છે. ઘટના જબલપુરની છે, જ્યાં 50 યાત્રિઓને લઈ જઈ રહેલી મેટ્રો બસના ડ્રાઈવરને અચાનક હાર્ટ અટેક આવ્યો અને તેમાં તેનું મોત થઈ ગયું હતું. ત્યાં બસ ચલાવી રહેલા ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને તેને કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. સાથે જ ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવતાની સાથે જ બસ અનિયંત્રિત થઈ ગઈ હતી અનેછ લોકો તેની ચપેટમાં આવી ગયા હતા.આ સમગ્ર ઘટનાક્રમનો ભયાનક સીસીટીવી ફુટેજ સામે આવ્યો છે. બસને દમોહ નાકા વિસ્તારમાં ટ્રાફિક સિગ્ન પર ઊભેલા રાહદારીઓને કચડી નાખ્યા હતા. મળતી માહિતી મુજબ એ છ લોકોમાંથી એકની હાલત વધુ ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે. આ વાતને લઈને પોલીસનું કહેવું છે કે ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને હાલ કેસની તપાસ ચાલી રહી છે.
આ ઘટના પછી જ્યારે બસ ડ્રાઈવરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ત્યાંના ડોક્ટરોએ ડ્રાઈવરને મૃત જાહેર કર્યો હતો. સાથે જ ડૉક્ટરોએ જણાવ્યું કે બસ ચલાવતી વખતે બસ ડ્રાઇવરને હાર્ટ એટેક આવ્યો હતો અને એ કારણે તેનું મોત થયું હતું. એ સમયે જ તેને બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો.
જણાવી દઈએ કે આ અકસ્માત દરમિયાન ઇ-રિક્ષા, ઓટો રિક્ષા અને ટુ વ્હીલર ચાલકો બેકાબૂ બસની અડફેટે આવી ગયા હતા અને કુલ છ લોકો ઘાયલ થયા હતા જેમાંથી એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. હાલ મેટ્રો બસ ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
જબલપુરના દમોહ નાકા વિસ્તારમાં તે સમયે હડકંપ મચી ગયો, જ્યારે મેટ્રો બસ બેકાબૂ થઈ ગઈ હતી. રાહદારીઓ અને વાહનોને ટક્કર મારી મેટ્રો બસ રોડ કિનારે જઈને ઊભી રહી હતી. આ દુર્ઘટના જેણે પણ જોઈને તેના રુંવાડા ઊભા થઈ ગયા. લોકોને પહેલા તો ડ્રાઈવર દારુના નશામાં બસ ચલાવતો હોવાનું લાગ્યું પણ જ્યારે ડ્રાઈવર બેભાન અવસ્થામાં જોવા મળ્યો તો, તેને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. હકીકતમાં મેટ્રો બસ ડ્રાઈવરને હાર્ટ અટેક આવ્યો હતો. જેનાથી તેનું મોત થઈ ગયું અને તે મેટ્રો બસ પર પોતાનું કંટ્રોલ ખોઈ બેઠો હતો. આ દુર્ઘટનામાં મેટ્રો બસ ચાલકે ઈ રિક્ષા, ઓટો રિક્ષા અને બાઈકને ટક્કર મારી દીધી હતી.

