મોરબીના શિવીસ માઈક્રોન એલ એલ પી નામના કારખાના ક્વાર્ટરમાં રહેતા મજુર સુતા હતા અને અજાણ્યા શખ્સોએ 4 મોબાઇલ ફોન તથા રોકડા રૂ.2200 તથા કપડા ભરેલ થેલાનીચોરી કરેલ લઇ ગયેલ હોય અને ગયેલ ફોન મોબાઇલ ફોન બેંક એકાઉન્ટ સાથે લીંક હોય જે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી મજુરના બેંક ખાતામાં રહેલ રોકડા રૂા. 2,59,459 ટ્રાન્સફર કરીને ઉપાડી લીધા હતા અને અલગ અલગ રકમ મળી કુલ 2,82,169 ની મતાની ચોરી ગયેલ હોય જે અંગે મોરબી તાલુકા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાઇ હતી
ફરિયાદ પગલે એલસીબી ઈન્ચાર્જ પી.આઈ કે. જે.ચૌહાણના માર્ગદર્શનમાં પીએસઆઇ એન.એચ.યુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળનું નીરીક્ષણ કરી ચોરી કરનાર ઇસમો તથા મુદ્દામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા દરમ્યાન બાતમી મળી હતી કે, ચોરીની ઘટનામાં સંડોવાયેલા શખ્સો ઈબાહીમ માઓ મામદ ઈબ્રાહીમ એનાસ રહે. ઓખામંડળ ગાંધીનગર ભુંગો, વાછળાદાદાની ગલીમાં તા.જી. દેવભુમી વરસા અલારખા સાઓ કરીમભાઇ આદમભાઇ મોખા જાતે ખડાલા રહે. કૃષ્ણનગર, કૌશીકની દુકાન પાછળ, સુરજ કરાડી, ઓખામંડી તા.જી. દેવભુમી, વાળાઓ મોરબી રવીરાજ ચોકડી ખાતે હોય મળેલ હકીકત આધારે રવીરાજ ચોકડી ખાતે વોય નીચે જણાવેલ આરોપીઓ પાસેથી આ ગુનામાં ગયેલ મુદામાલ તથા આરોપીઓને ઝડપી લીધા હતા અને મોરબી તાલુકા પોલીસ મથકમાં સોંપવાની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપીઓ પાસેથી અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ રોકડા રૂા.1.19 લાખ રોકડા,ઓરડીમાંથી ચોરાયેલ 4 મોબાઇલ બેંક ટ્રાન્સફર કરેલ રકમમાંથી ખરીદી કરેલ રૂ. 74063 ના દાગીના તેમજ અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ મોબાઇલ મળી કુલ 2,23,063 મુદામાલ જપ્ત કર્યો હતો.

