HomeGujaratએક પછી એક અક્સ્માત આ વખતે વલસાડમાં વંદે ભારત ટ્રેનનો અકસ્માત…

એક પછી એક અક્સ્માત આ વખતે વલસાડમાં વંદે ભારત ટ્રેનનો અકસ્માત…

વડા પ્રધાને થોડા સમય પહેલા જ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી ત્યારબાદ પાટા પર દોડતી થયેલી વંદેભારત ટ્રેનને સતત અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે વલસાડના અતુલ નજીક ત્રીજી વખત વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેન સાથે ગાય અથડાતા ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો અને ટ્રેનના એન્જિનને પણ નુકશાન થયું છે.

મુસાફરીમાં વિલંબ થવાથી મુસાફરો પણ  પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં નિયત સ્થાને અટવાઈ ગયા હતા. ટ્રેન સાથે ગાય-ભેંસ અથડાવાની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી અને તેને  કારણે આ સુવિધાસભર ટ્રેન ચર્ચામાં રહે છે.

પહેલો અક્સમાત…

અમદાવાદના વટવા અને મણિનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઇ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માત બાદ પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

બીજો અકસ્માત…

બીજા દિવસે આણંદ પાસે અકસ્માત
સાતમી ઓક્ટોબરના દિવસે વંદે ભારત ટ્રેનને આણંદ પાસે બીજો અકસ્માત નડ્યો હતો. નડિયાદ-આણંદ વચ્ચેના બોરીયાવી કણજરી સ્ટેશન પાસે ગાય અથડાતા વંદે ભારત ટ્રેનનો અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના ટ્રેક પર અચાનક જ ગાય આવી જતા ટ્રેન અથડાઈ હતી. જો કે, આ ઘટનામાં ટ્રેનને મામૂલી નુકસાન પહોંચ્યું હતું, પરંતુ પ્રવાસીઓને કોઈ જાનહાનિ થઈ નથી..

ત્રીજો અક્સમાત..

8 ઓક્ટોબર-આણંદ અને બોરીયાવી કણજરી વચ્ચે ટ્રેક પર ગાય આવી જતા અકસ્માત સર્જાયો.

ચોથો અક્સ્માત..

29મી ઓક્ટોબરે વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. વલસાડના અતુલ સ્ટેશન નજીક ટ્રેનને અકસ્માત નડ્યો છે. અહીં ટ્રેન સાથે બળદ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો અને એન્જિનને પણ નુકસાન પહોંચ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં ટ્રેનને કોઈ નુકસાન પહોંચ્યું નથી.

પાંચમો અક્સ્માત….

આણંદ રેલ્વે સ્ટેશન નજીક 8 નવેમ્બરના રોજ મુંબઈ જતી સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી 54 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે, પીડિતાની ઓળખ બીટ્રિસ આર્ચીબાલ્ડ પીટર તરીકે થઈ છે. તેમણે જણાવ્યું કે, અકસ્માત સાંજે 4.37 વાગ્યે થયો હતો અને તે સમયે મહિલા ટ્રેક ક્રોસ કરી રહી હતી.

વારંવાર થઈ રહેલા અકસ્માતને પગલે હવે વંદે ભારત ટ્રેન સામે તેમજ સુરક્ષા સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે તો સામે પક્ષે રેલ્વે દ્વારા ટ્રેનના ટ્રેકની આસપાસ સુરક્ષાની વાડ બનાવાવમાં આવે તેવી પણ માંગણી થઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW