HomeGujaratમોરબીના લીલાપરમાં ૨૦૧૮ના ટ્રીપલ મર્ડર કેસના સાતેય આરોપીના જામીન હાઇકોર્ટે રદ કર્યા

મોરબીના લીલાપરમાં ૨૦૧૮ના ટ્રીપલ મર્ડર કેસના સાતેય આરોપીના જામીન હાઇકોર્ટે રદ કર્યા

મોરબીના લીલાપર ગામ જવાના રસ્તે બોરીયા પાટી નજીક
આવેલ ખેતીની જમીન મુદે ચાલતા ઝઘડામાં ઓગસ્ટ 2018 માં દીલાવર ખાન પઠાણ મોમીન ખાન પઠાણ તેમજ અફઝલ ખાન અકબર ખાન પઠાણ એમ ત્રણ લોકોની હત્યા થઈ હતી આ ઘટનામાં પોલીસે જે તે સમયે 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને કેસની ચાર્જશીટ દાખલ થવા સુધીમાં તેમજ ત્યારબાદ સમયાંતરે જામીન અરજી થઇ હતી અને મોરબી સેસન્સ કોર્ટે એક પછી એક આરોપીની શરતી જામીન અરજી મંજૂર કરી જામીન પર મુક્ત કર્યા હતા જોકે જામીન મેળવેલ 7 આરોપીઓની જામીન અરજી પર મૃતક દિલાવર ખાન પઠાણની પત્ની હાફિઝા બેનને મંજૂર ન રહેતા તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી ફરિયાદી તરફથી હાઇકોર્ટના વકીલ પ્રશાંત બી ખંઢેરીયાએ ગત તા. 23 નવેમ્બરના રોજ હાઈકોર્ટ જજ ગીતા ગોપીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી સુનવણી દરમિયાન વકીલ પ્રશાંત ખંઢેરીયાએ જામીન અરજીનો વિરોધ કરતી દલીલ કોર્ટ સમક્ષ મુકી હતી જે મુજબ તેઓએ જણાવ્યું હતું કે આ આરોપીઓએ અગાઉ આગોતરા જામીન અરજી કરી હતી.તે સેસન્સ કોર્ટે ફગાવી હતી જે બાદ તેમની ધરપકડ થઈ હતી ચાર્જશીટ દાખલ થયા બાદ કોર્ટે સમાનતાને આધાર રાખી જામીન અરજી માન્ય રાખી હતી
એડવોકેટ ખંઢેરીયાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ તેમજ તેની દલીલ સાબિત કરતા જરૂરી પુરાવા અને તથ્થો રજૂ કર્યા હતા
કોર્ટે હાઇકોર્ટ વકીલ પ્રશાંત ખંઢેરીયાની દલીલ આધારે
સાત આરોપી મનસુખ રામજી ડાભી,ભરત જીવરાજ ડાભી,અશ્વિન જીવરાજ ડાભી,શિવા રામજી ડાભી,સંજય નારણ ડાભી કિશોર શિવા ડાભી, કાનજી મનસુખ ડાભી તમામને સેસન્સ કોર્ટે આપેલા જામીન ચુકાદાને ફેરવી નાખ્યો
હતો અને તમામની મંજુર થયેલ જામીન અરજી રદ કરી હતી અને બે સપ્તાહમાં ફરી સરન્ડર થવા આદેશને કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW