મોરબી સહીત દેશવાસીઓને હચમચાવી દેનાર ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં પોલીસે કંપનીના સિક્યુરીટી ગાર્ડ ટીકીટ કાપનાર તેમજ ઓરેવા કંપનીના મેનેજર અને દેવ પ્રકાશ સોલ્યુસન નામની પેઢીના સંચાલક સહીત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી હતી આ 9 આરોપી માંથી અગાઉ 8 આરોપી દ્વારા જે જામીન અરજી કરી હતી તેમણી જામીન અરજી બુધવારના રોજ મેજીસ્ટ્રેટ દ્વારા રદ કરવામાં આવી હતી તો અન્ય એક આરોપી પ્રકાશ પરમાર નામની વ્યકિતની જામીન અરજી પર સુનવણીની તારીખ તા 24 નક્કી કરવામાં આવી હતી, આજે 24મી ના રોજ ફરીવાર મેજીસ્ટ્રેટ દ્વારા સુનવણી હાથ ધરી હતી બન્ને પક્ષ દ્વારા અગાઉ રજુ કરવામાં આવેલ દલીલ અને પુરાવા આધારે પોલીસે આરોપી પ્રકાશ પરમારની જામીન અરજી ના મંજુર કરી હતી અને અને હાલ તમામ આરોપીઓ જેલ હવાલે કરવા આદેશ કરાયો હતો

