મોરબી શહેરની નજીક આવેલ ઘૂટું ગામમાં છેલ્લા કેટલાક વર્ષથી સીરામિક ફેક્ટરી તેમજ પેપર મિલની ફેકટરી વધી છે જેના કારણે એક તરફ ગામની હવા પ્રદુષિત થઇ ચુકી છે તો તેની સાથે સાથે હવે જમીન અને પાણી પણ પ્રદુષિત થવા લાગ્યા છે. તાજેતરમાં આ ગામના લોકો દ્વારા પેપરમિલના માલિકો સામે દુર્ગંધયુક્ત કચરો ફેકવા તેમજ તેમના ગામમાં અતિશય દુર્ગંધ આવતી હોવાની જીપીસીબીમાં રજૂઆત કરી હતી આ બાબતે હજુ કોઈ પગલા લેવાયા કે નહી તે અંગે ચોખવટ જીપીસીબી દ્વારા કરવામાં નથી આવી ત્યાં વધુ એક ઘટના સામે આવતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ઘૂટું ગામમાં આવેલ જૂની ખાણ આવેલ છે જેમાં ગત ચોમાસાનું વરસાદી પાણી એકઠું થયેલ હતું.જેમાંથી આસપાસના ગામના કેટલાક ખેડૂત પણ સીંચાઈ માટે પાણી ઉપયોગ કરતા હતા શનિવારે વહેલી સવારે અચાનક આ જળાશયમાં એક સાથે અનેક માછલાઓના તેમજ તેમાં રહેતા અન્ય જળચર પ્રાણીઓના મોત થયા હતા ઘટનાની જાણ થતા ગ્રામજનો ત્યાં દોડી ગયા હતા જે બાદ તેઓનો રોષ ફાટી નીકળ્યો હતો કારણ કે આ માછલાઓના મોત આ વરસાદી પાણીમાં કોઈ ફેક્ટરીમાંથી રાત્રીના સમયે કોઈ કેમિકલયુક્ત પાણી છોડી ગયા હોય અને તેના કારણે માછલાના મોત થયા

