HomeGujaratમોરબી જિલ્લા જેલના કેદી ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ માં ખસેડાયો, કેદીઓ વચ્ચે મારામારીની...

મોરબી જિલ્લા જેલના કેદી ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ માં ખસેડાયો, કેદીઓ વચ્ચે મારામારીની ચર્ચા

મોરબી જિલ્લા જેલ છેલ્લા બે ત્રણ દિવસથી ચર્ચાના કેન્દ્રમાં આવી છે એક હળવદના પોક્સોના એક આરોપીએ ફાસો લગાવી દિધો હતો તો મંગળવારે ચેકિંગ દરમિયાન એક કેદી પાસેથી એક મોબાઈલ મળી આવ્યો હતો જેલ કર્મચારી દ્વારા જયારે તેની પાસેથી મોબાઈલ જપ્ત કર્યો ત્યારે 2 કેદીઓએ ગાળાગાળી કરી હતી. જે બાદ તે અંગે પોલીસ ફરિયાદ પણ નોધાઇ હતી હજુ આ ઘટના ઓછી હોય તેમ બુધવારે બપોરના સમયે રવિ ઉર્ફે બુચિયો દેવજીભાઈ સાથલિયા નામના કેદીને માથાના ભાગે ગંભીર ઈજા પહોચેલ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેલ પ્રશાસન દ્વારા એવી દલીલ આપવામાં આવી હતી કે કેદીના માથાના ભાગે ઈજા પહોચવાનું કારણ બેરેકના દરવાજા સાથે માથું ભટકાતા તેને ઈજા પહોચી હતી જેથી સારવાર અર્થે લાવવામાં આવ્યો છે બીજી તરફ કેદીઓ વચ્ચે મારામારી થઇ હોવાનુ ચર્ચાએ જોર પકડ્યું છે .જોકે આ ઘટનામાં હજુ સુધી પોલીસ મથક સુધી ફરિયાદ નોધાઇ ન હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW