મોરબી જિલ્લામાં મતદાન પ્રકિયા ધીમે ધીમે તેજ બની રહી છે એક તરફ રાજકીય પક્ષો પોતાની મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં સભા અને રેલી કરી રહ્યા છે તો બીજી તરફ ચુંટણી તંત્ર મતદાન માટેની તૈયારીમાં વ્યસ્ત થઇ ગયું છે અને તમામ ચૂંટણી પ્રકિયા શાંતિ પૂર્ણ અને કોઈ પણ પ્રકારની અશાંતિ ફેલાયા વિના પૂર્ણ થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે પોલીસ અલગ અલગ સ્થળોએ ચેકિંગ કરી રહી છે તો બીજી તરફ ખુદ જિલ્લા પોલીસ વડા અલગ-અલગ વિસ્તારમાં ચેકીગ કરી રહ્યા છે.

ત્યારે સોમવારના રોજ એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા ટંકારા વિધાનસભા વિસ્તારમાં આવતા વાવડી અને પંચાસર ગામના મતદાન મથક અને તેના બુથની મુલાકાત લીધી હતી જઅને બુથમાં જરૂરી સુવિધા તેમજ કાયદાકીય રીતે કોઈ અડચણ રૂપ લગતી બાબતોની માહિતી મેળવી તેમજ ગામના આગેવાનો સાથે વાત કરી મતદાન દરમિયાન કોઈ શાંતિ ડહોળી શકે તેવા તત્વો હોય તો તેના વિશે પોલીસને અગાઉથી જાણ કરવા અપીલ કરી હતી જેથી ચુંટણી દરમિયાન મતદારો શાંતિ થી મતદાન કરી શકે

