HomeGujaratમોરબીના સાદુલકામાં 68 બોટલ વિદેશી દારૂ સાથે આરોપી ઝડપાયો

મોરબીના સાદુલકામાં 68 બોટલ વિદેશી દારૂ સાથે આરોપી ઝડપાયો

મોરબી જીલ્લામાં વિધાનસભા ચુંટણીને ધ્યાને લઇ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જિલ્લામાં ચેકપોસ્ટ બનાવી દારૂની તેમજ અન્ય શંકાસ્પદ ચીજ વસ્તુઓ તેમજ રોકડ રકમની હેરાફેરી પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે મોરબીના સાદુળકા ગામમાંની હદમાં આવેલ સાઈ પ્લાઝા કોમ્પ્લેક્ષની બાજુમાં આવેલ રાજસ્થાની ખેમાબાબા હોટેલમાં એક શખ્સ દારૂ સાથે હોવાની પોલીસને બાતમી મળી હતી બાતમી આધારે તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો અને મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની અને મોરબીના પાટીદાર ટાઉનશીપ નજીક ગણેશનગરમાં રહેતા સુરેશ મોડારામ ચૌધરીને ઝડપી લીધો હતો અને તેની પાસેથી 40700ની કીમતની 68 બોટલ વિદેશીદારૂ જપ્ત કર્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW