હળવદ પોલીસે પંચમુખી ઢોરા વિસ્તારમાંથી છેલ્લા છ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પડ્યો હતો આરોપી અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશન અને ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુન્નામાં છ મહિનાથી ફરાર હતો બનાવ બાદ પોલીસે આરોપીને અમદાવાદ શહેર પોલીસ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે
વિધાનસભાની ચુંટણી ને લઇ પોલીસ દ્ર્રારા સ્પેશ્યલ ડ્રાઈવ ચાલવામાં આવી રહી જેમાં નાસ્તા ફરતા આરોપીને શોધી પકડી પાડવા માટે પોલીસ કામે લાગી છે અને માહિતી મુજબ હળવદ પોલીસે બાતમીના આધારે હાલ આરોપીને પંચમુખી ઢોરા વિસ્તારમાંથી આરોપી ભાવેશ ઉર્ફે ટકા રમેશ કોળીને ઝડપી લીધો હતો આરોપીની પુછ્પરછ દરમીયાન તેણે અમદાવાદના બે પોલીસ મથક વિસ્તારમાં ચોરી કર્યા હોવાનું કબુલ કર્યું હ્તું જે બાદ પોલીસે આં અંગે તપાસ કરતા આરોપીએ ઓધવ અને શાહીબાગ પોલીસ મથકમાં ચોરી કરી હોવાનું અને આ ગુનામાં 6 મહિનાથી ફરાર હોવાનું સામે આવતા હળવદ પોલીસે આરોપીને અમદાવાદ પોલીસ ને સોપવાની તજવીજ હાથ ધરી છે

