ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામમાં આવે આજે વહેલી સવારે ખેતમજુર શ્રમિક દંપતી વચ્ચે થયેલા ઝઘડા બાદ પતિએ પથ્થરના ઘા ઝીકી પત્નીને મોતના ઘાટ ઉતારી દેતા ચકચાર જાગી છે. ઘટનાની જાણ થતા જ ટંકારા પોલીસ કાફલો દોડી ગયો છે અને આરોપી પતિ પણ હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
બનાવ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે દસેક દિવસ પહેલા જ રફીકભાઈ સંધીની વાડીમાં મજુરી કામ માટે બાળકો સાથે ખેત મજૂરી કરવા આવેલા પતિ પત્ની સુબોભાઈ વસુનીયા અને તેના પત્ની સાયાબેનને રવિવારે મોડી રાત્રે વતનમાં આવેલ ઘરમાં સુબાભીનામાતા પિતાને ઘરમાં રાખવા બાબતે ઝઘડો થયો હતો જેનો ખર રાખી આવેશમાં સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયાએ તેની પત્ની સાયાબેનને માથાના ભાગે પથ્થરના ઘા ઝીકી મોતને ઘાટ દીધી હતી ઘટનાની જાણ થતા ટંકારા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃત દેહને પીએમ અર્થે ટંકારા સીએચસી ખાતે ખસેડી હતી બનાવ અંગે મૃતક રાયાબેનના ભાઈ સુમારીયા પારસિંહ માવીએ ટંકારા પોલીસ મથકમાં તેના બનેવી સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 302 મુજબ ગુન્હો નોંધી તપાસ ચાલુ કરી આરોપી સુધી પહોંચવા તજવીજ શરૂ કરી છે, જો કે આરોપી પોલીસની હાથવેંતમાં જ હોવાનું જાણવા મળે છે.
સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના બેન રાયાબેને મજૂરી કરી વતનમાં મકાન બનાવ્યું હોય જે મકાનમાં પતિ સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયા તે,મના માતા પિતાને રહેવા જવાનું કહેતો હોય રાયાબેને ના પાડતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને ઉશ્કેરાઈ ગયેલા આરોપી પતિ સુબોભાઈ રાયાબેનને માથામાં પથ્થરના ઘા મારી દેતા રાયાબેનનું મૃત્યુ નીપજ્યું હતું.જેની જાણ ફરિયાદી સુમારીયા પારસિંહ માવીને થતા આ મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એચ.એચ.હેરભાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

