રાજકોટમાં બુધવારે પીએમ નરેન્દ્ર મોદીએ રોડ શો અને જનસભાને સંબોધી હતી આ સભા દરમિયાન મોરબીમના ભરપુર વખાણ કરતા જણાવ્યું હતું કે મોરબીનો સિરામિક ઉધોગ આજે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે.વિશ્વમાં જેટલું ટાઈલ્સનું ઉત્પાદન થાય છે. મોરબીની ટાઈલ્સ દુનિયાભરમાં મશહુર તેનું 13 ટકા ઉત્પાદન માત્ર મોરબીમાં થાય છે. મોરબી ટાઉન of એક્સીલન્સી તરીકે જાણીતું બની ગયું છે. કોઈ પણ ટાઉન પ્લાનિંગ હોય તો તેમાં મોરબીની હાજરી ફરજીયાત છે. એક સમયે જયારે હોનારત આવ્યું ત્યારે આ શહેર ઉભા થશે કે નહી તેની કોઈ કલ્પના કરી ન હતી જોકે આજે આ શહેર હવે બીજા શહેરને ઉભા કરી રહ્યું છે.આ સિરામિક ઉદ્યોગ જયારે વિકાસ માટે ટેક ઓફ સ્ટેજમાં હતું. ત્યારે ગેસ મળી જાય તેવી ઈચ્છા હતી અને અમે આ ઉધોગના વિકાસ માટે ગેસ ની જરૂરિયાત હોવાનું મને વિચાર આવતા અમારી સરકારે ઉધોગને ઇન્ડસ્ટ્રીયલ ગેસની લાઈન આપી જેને આ ઉદ્યોગને વેગ મળ્યો ઉધોગને ડેવલપ કરવામાં 15000 કરોડનું સિરામિક અને તેના પાર્ક માટે નિવેશ થયો તે બહુ મોટી વાત છે 20 વર્ષમાં અમારી સરકારની નીતી અને હાલ ભુપેન્દ્રભાઈની નવી ઔધોગિક નીતિ આવી નવો વિકાસ લઈને આવશે જે યુવાનોને નવી તક આપશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો

