બુધવારના રોજ દેશના પીએમ નરેન્દ્ર મોદી રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે જ્યાં તેઓ રાજકોટના વિવિધ વિકાસકામોના લોકાર્પણ તેમજ મોરબી રાજકોટ જામનગર સહિતના સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓના કામોના ખાતમુરત અને લોકાર્પણ પણ કરશે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી માં લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી છે તે જી એમ ઈ આર એસ મેડિકલ કોલેજ નું ટેમ્પરરી બાંધકામ કામ પૂર્ણ થઈ ગયું છે અને ત્યાં નવી મેડિકલ કોલેજ શરૂ થવાની ગણતરીના દિવસ બાકી છે ત્યારે આ બાંધકામનું એ લોકાર્પણ તેમજ કાયમી ધોરણે જે જગ્યાએ બિલ્ડીંગ અને હોસ્ટેલ બનવાની છે તે સનાળા રોડ ખાતેની મંજુર થયેલ જગ્યા પર એ ખાતમુરત કરશે આ ઉપરાંત
1461 કરોડના ખર્ચે બનનાર સિરામિક પાર્ક,33.85 કરોડના ખર્ચે તૈયાર થનાર ન્યૂ ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગ તેમજ ટંકારા ખાતે રૂ.7 કરોડના ખર્ચે તાલુકાનો કોર્ટનું બિલ્ડીંગ તેમજ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે રૂ. 23.76 કરોડના સરકારી ક્વાર્ટરના કામનું પણ ખાતમુરત કરશે આ ઉપરાંત રૂપિયા 141 કરોડના ખર્ચે બનનાર મોરબી જેતપુર ફોરલાઈન રોડ અને રૂપિયા 170 કરોડના ખર્ચે બનનાર મોરબી હળવદ રોડનું ખાતમુરત કરશે આ સિવાય શહેરના નટરાજ ફાટક પાસે રૂપિયા 74.21 કરોડના ખર્ચે બનનાર ઓવરબ્રિજનું તેમજ મહેન્દ્રનગર ખાતેના ઓવરબ્રિજનું પણ એ ખાતમુરત કરશે આ સિવાય મોરબી માળીયા હળવદ સહિતના અલગ અલગ તાલુકા વિસ્તારમાં વિકાસ કામોના ખાતમુરત અને લોકાર્પણ કાર્યક્રમ પણ રાજકોટ ખાતે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે થશે
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મોરબી શહેર અને જિલ્લાના વિવિધ કામોના ખાતમુરત કરવાના હોય જેને લઇ મોરબી જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો રાજકોટ ખાતે જવા થનગની રહ્યા છે ઘણા આગેવાનો તો બે દિવસ પહેલા જ રાજકોટ પહોંચી ચૂક્યા છે

