એક દાયકા કરતા વધુ સમયથી કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (સીએએસ) સહિતના પડતર પ્રશ્નો બાબતે કોઈ હકારાત્મક ઉકેલ ન આવતાં રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો તા. ૧૨-૦૯-૨૦૨૨ થી ગાંધીચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમ આપી રહ્યા છે. શિક્ષણ વિભાગના તાબા હેઠળ આવતા ઉચ્ચ શિક્ષણના અધ્યપકોના કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (સીએએસ) સહિતનાપ્રશ્નોનું નિરાકરણ આવે છે પરંતુ તે જ શિક્ષણ વિભાગના તાબા હેઠળ ના ટેકનીકલ શિક્ષણના અધ્યપકોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી કે નિરાકરણ લાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવતો નથી.અગાઉ એક દિવસીય બિન શૈક્ષણિક કામગીરીની હડતાલ,કાલી રીબિન બાંધી વિરોધ સહિતના વિરોધ કાર્યક્રમ છતાં પગલા ન લેવાતા હવે પ્રોફેસર પ્રતિક ઉપવાસ પર જવાની ચીમકી આપી છે.
ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થવાને હાલ ગણતરીના જ દિવસો બાકી હોઈ, અધ્યાપકો ની ધીરજ ખૂટી રહેલ છે. વર્ષોથી પડતર પ્રશ્નો બાબતે તા. ૧૭/૧૦/૨૦૨૨ ને સોમવારે સાંજ સુધીમાં જો કોઈ હકારાત્મક ઉકેલ નહી આવે તો આવા નકારાત્મક અને અસંવેદનશીલ વલણના કારણે રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો આવનાર સમયમાં પ્રતિક ઉપવાસ સહિતના આંદોલનાત્મક કાર્યકમ ચાલુ રાખશે.

