HomeGujaratમોરબીમાં જલારામ મંદિર બિનવારસી અસ્થિઓનું વિસર્જન કરશે.

મોરબીમાં જલારામ મંદિર બિનવારસી અસ્થિઓનું વિસર્જન કરશે.

સેવા પ્રવૃત્તિ માટે જાણીતું મોરબી જલારામ મંદીર અનેક સારા સેવાના કામ થતાં હોય છે ત્યારે વધુ સેવાકીય કામ હાથ ધરી છે. હીન્દુધર્મની પરંપરા મુજબ દીવંગતોના આત્માની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે, ત્યારે દીવાળીના પર્વ પર સુર્યગ્રહણ હોય તા.૨૦-૧૦-૨૦૨૨ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા બિનવારસી મૃતદેહોના અસ્થિઓ ઉપરાંત જે લોકો પોતાના દીવંગતોના અસ્થિઓ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. તા.૧૯-૧૦-૨૦૨૨ ના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવશે. જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે.જે કોઈ વ્યક્તિઓ પોતાના સ્વજનોના અસ્થિઓ વિસર્જીત કરી શકેલ ન હોય તેમણે આગામી તા.૧૯-૧૦ સુધીમા શહેરના વિવિધ સ્મશાન ખાતે જલારામ મંદીરના અસ્થિ કુંભમા પધારાવવા જણાવાયું છે.આ ભગીરથ કાર્યમા સંસ્થાના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, ચિરાગભાઈ રાચ્છ, હરકાંતભાઈ વ્યાસ, ભાવીનભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓ જોડાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW