HomeGujaratપડતર માગણી મુદે હડતાળ પર ઉતરેલ 42 VCEને છુટા કરાતા રોષ,કાયદાકીય લડતની...

પડતર માગણી મુદે હડતાળ પર ઉતરેલ 42 VCEને છુટા કરાતા રોષ,કાયદાકીય લડતની ચીમકી

મોરબી જિલ્લા સહિત રાજ્યભરની વિવિધ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા વીસીઇ છેલ્લા કેટલાય સમયથી પડતર પ્રશ્નો મુદે રાજયવ્યાપી હડતાળ ચલાવી રહ્યા છે આ હડતાળ મુદે સરકાર સાથે સમાધાન માંટે પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ સમાધાન ન થતા ગ્રામ પંચાયતના કામ થતા ન હોવાની ફરિયાદ ઉઠતા અંતે સરકાર દ્વારા કામ પર ન જોડાનાર વીસીઇને છુટા કરવા આદેશ આપવામાં આવતા મોરબી તાલુકા વિકાસ અધિકારી ધ્વારા મોરબી તાલુકાના 42 ગામના વીસીઇને છૂટા કરવા આદેશ કરવામાં આવ્યા હતા. જે બાદ વીસીઇ મંડળમાં રોષ ફાટી નીકળ્યો હતો અને અને મોરબી તાલુકા ગ્રામ પંચાયત કોમ્યુટર સાહસિક મંડળ દ્વાએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખ્યો છે અને આ તમામ વીસીઇના છુટા કરવાનો પત્ર રદ કરવા માગણી કરવામાં આવી છે.સાથે સાથે ચીમકી પણ આપવામાં આવી છે કે જો તેમના દ્વારા આદેશ પત્ર રદ કરવામાં નહિ આવે તો કાયદાકીય લડત પણ લડવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW