HomeGujaratમોરબી: ઘરમાં એઠવાડ નાખવા મુદે 2 પરિવાર વચ્ચે બઘડાટી બોલી,સામસામી પોલીસ ફરિયાદ

મોરબી: ઘરમાં એઠવાડ નાખવા મુદે 2 પરિવાર વચ્ચે બઘડાટી બોલી,સામસામી પોલીસ ફરિયાદ

મોરબી શહેરના મોરબી રોહીદાસપરા મેઇન રોડ પર આવેલ બાલમંદિરની બાજુમા રહેતા કેસુભાઇ અમરાભાઇ સોલંકીના પત્ની એઠવાડ નાખવા જતા હતા ત્યારે ઘર પાસે જાહેરમાં એઠવાડ નાખવા બાબતે બોલાચાલી થઇ હતી. પ્રથમ બન્ને મહિલા વચ્ચે બોલાચાલી થઇ હતી જે બાદ મહીલાઓ વચ્ચે ઝઘડો થતા બન્ને પરિવારના પુરુષો પણ આવી પહોચ્યા હતા અને બન્ને પરિવાર વચ્ચે ગાળા ગાળી તેમજ એક બીજા પર ધોકા પાઈપ વડે હુમલો કરવામાં આવતા બન્ને પક્ષના લોકોને ઈજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ બાદ કેસુભાઇ અમરાભાઇ સોલંકીએ ઝઘડો કરનાર પાડોશી રવિભાઇ પરસોતમભાઇ ચૌહાણ તુષાર દિપકભાઇ ચૌહાણ પ્રથમ દિપકભાઇ ચૌહાણ જીગુભાઇ હકાભાઇ ચૌહાણ કિશોરભાઇ રમેશભાઇ ચૌહાણ મયુર પરસોતમભાઇ ચૌહાણ મીનાબેન ડોઓ પરસોતમભાઇ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી સામે પક્ષે કાન્તાબેન વાઓ પરસોતમભાઇ ચોહાણે પણ કેશુભાઇ ઉર્ફે કારુ અમરાભાઇ સોલંકી, સીધ્ધરાજભાઇ તુલસીભાઇ સોલંકી,વિનોદભાઇ અમરાભાઇ સોલંકી, મુકેશભાઇ
વિનોદભાઇ સોલંકી, પુષ્પાબેન કેશુભાઇ સોલંકી અભીલાસાબેન તુલસીભાઇ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW