HomeGujaratમોરબીમાં શરદપૂર્ણિમા નિમિતે અક્ષર ડેકોર દ્વારા ગરબા નાઈટ તથા એવોર્ડ શો યોજાયો

મોરબીમાં શરદપૂર્ણિમા નિમિતે અક્ષર ડેકોર દ્વારા ગરબા નાઈટ તથા એવોર્ડ શો યોજાયો

મોરબીમાં શરદપૂર્ણિમા નિમિતે અક્ષર ડેકોર દ્વારા એવોર્ડ શો તથા ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓ અને તાલુકામાંથી 168 જેટલાં ટીવી અને ફિલ્મનાં કલાકારો, મેકપ આર્ટિસ્ટ, ડાયરેક્ટ, એક્ટર, એક્ટ્રેસ, કોરિયોગ્રાફર્સ, મોડેલ, ચિલ્ડ્રન આર્ટિસ્ટ, લોકગાયક, કલાકાર, લોકસાહિત્યકાર, હાસ્યકલાકાર અને સોશિયલ વર્કર સહીત નાના કલાકારથી લઈને ટોપ ટેનનાં કલાકારને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ એવોર્ડ શો માં મુખ્ય કલાકાર તરીકે જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવી, અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાનાં ઉપાધ્યક્ષ (ગુજરાત પ્રદેશ અધ્યક્ષ) રાજ શેખાવત, સોશિયલ વર્કર એશિયા બુક ઓફ રેકોર્ડ એન્ડ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ તલવારબાજી ટ્રેનર નિકિતાબા રાઠોડ, રઘુનાથ સ્કુલના પ્રેસિડેન્ટ ખુશી યાદવ, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેશવ રાઠોડ, ડાયરેક્ટ સૂર્યકિરણ રાવત, કે. સી. ચૌહાણ, નિકુંજ પટેલ સાવનરાજ, લોકિક માંડગે, મોરબીના યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરિય અને રાજપૂત સમાજના યુવા અગ્રણી વિશ્વજીતસિંહ ચુડાસમા સહિતના અનેક નામી અનામી અગ્રણીઓ હાજર રહ્યા હતા.

એવોર્ડ શો બાદ શરદપૂર્ણિમા નિમિતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓને બેસ્ટ ડ્રેસ, બેસ્ટ પ્લેયર મેલ, ફિમેલ, કિડ્સનાં પ્રોત્સાહન રૂપે ઈનામો વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માટે અક્ષર ડેકોરના જયદીપભાઈ ડાભી તથા રક્ષિતભાઈ ખીરૈયા અને નાશા ગ્રુપ એજ્યુકેશનના પ્રમુખ વિજયભાઈ ભાડજા તથા તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW