ભારતની સર્વોચ્ચ અદાલતને ખૂબ જ ટૂંકાગાળામાં અનેક નવા મુખ્ય ન્યાયાધીશ મળી રહ્યાં છે. બે વર્ષના નજીવા સમયમાં ભારતને કુલ 3 CJI મળ્યા છે. દેશના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતનો કાર્યકાળ નવેમ્બર મહિનામાં સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે તેમના ઉત્તરાધીકારી માટે લલિતે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું નામ સૂચવ્યું છે.
દેશના નવા મુખ્ય ન્યાયાધીશ અંગે આજે, મંગળવારે વર્તમાન ચીફ જસ્ટિસ યુયુ લલિતે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોને સવારે 10:15 વાગ્યે જજ લોન્જમાં ભેગા થવાનું આમંત્રણ આપ્યું હતુ, જેમાં જસ્ટિસ લલિતે પોતાના અનુગામીનું નામ સૂચવતો નામે એક પત્ર સરકારને સોંપ્યો છે.
અહેવાલ અનુસાર જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું નામ ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે સોંપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર વતી કાયદા મંત્રાલયે CJI લલિતને તેમના ઉત્તરાધિકારીના નામની ભલામણ મોકલવા વિનંતી કરી હતી. ચંદ્રચુડ વર્તમાન સીજેઆઈ લલિત પછી સૌથી વરિષ્ઠ છે અને તેથી સંભવિત હતુ કે ચંદ્રચુડના નામની ભલામણ સરકારને કરવામાં આવી શકે છે.

