HomeGujaratમોરબી જીલ્લાની મતદાર યાદી પ્રસિદ્ધ, ત્રણ બેઠકમાં નવા 92,236 મતદારો ઉમેરાયા

મોરબી જીલ્લાની મતદાર યાદી પ્રસિદ્ધ, ત્રણ બેઠકમાં નવા 92,236 મતદારો ઉમેરાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે તંત્ર ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે અને મતદાર યાદી સહિતની કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. વિધાનસભા ચુંટણીમાં 18 વર્વષ કે તેથી વધુ વયના નવા મતદારો મતદાનથી વંચિત ન રહી તે માટે મતદાર સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને કાર્યક્રમને સારો એવો પ્રતિષાદ મળ્યો હતો. વર્ષ 2017 વિધાનસભા ચુંટણી સમયે નોંધાયેલા મતદારોની સરખામણીએ 2022 વિધાનસભા ચુંટણીમાં ત્રણેય બેઠકમાં મળીને નવા 92,236 મતદારો ઉમેરાયા છે. જેમાં મોરબી બેઠકમાં વર્ષ 2017માં 2,55,971 મતદારોની સામે 2022 વિધાનસભા ચુંટણીમાં 2,86,686 મતદારો, ટંકારા બેઠકમાં વર્ષ 2017માં 2,24,521 મતદારો હતા. જયારે 2022 ચુંટણીમાં ટંકારા બેઠક પરથી 2,49,444 મતકેન્દ્રો નોંધાયેલા છે, તો વાંકાનેર બેઠકમાં 2017 ચુંટણીમાં 2,44,608 મતદારો હતા. જયારે 2022 ચુંટણીમાં 2,81,205 મતદારો છે. આમ મોરબી બેઠકમાં 30,716 ટંકારા બેઠકમાં 24,923 અને 36,597 મળીને ત્રણેય બેઠકમાં કુલ 92,236 મતદારોનો ઉમેરો થયો છે. જીલ્લામાં કુલ 905 મતદાન મથકો નોંધાયા.મોરબી જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભા બેઠક મોરબી-માળિયા વિધાનસભા બેઠક પર 1,48,695 પુરુષ મતદારો, 1,37,988 સ્ત્રી મતદારો અને 03 અન્ય મળીને કુલ 2,86,686 મતદારો છે. જયારે ટંકારા-પડધરી વિધાનસભા બેઠકમાં 1,28,131 પુરુષ મતદારો અને 1,21,313 સ્ત્રી મતદારો મળીને કુલ 2,49,444 મતદારો છે. તેમજ વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠકમાં 1,45,221 પુરુષ મતદારો, 1,35,983 સ્ત્રી મતદારો તેમજ 01 અન્ય મતદાર મળીને કુલ 2,81,205 મતદારો નોંધાયેલા છે. જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર 4,22,047 પુરુષ મતદારો, 3,95,284 સ્ત્રી મતદારો અને 04 અન્ય મળીને કુલ 8,17,335 મતદારો નોંધાયેલા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW