HomeGujaratટંકારા: વાડીની ઓરડીમાં ચાલતા જુગાર ધામમાં પોલીસ ત્રાટકી,6 જુગારી ઝડપાયા

ટંકારા: વાડીની ઓરડીમાં ચાલતા જુગાર ધામમાં પોલીસ ત્રાટકી,6 જુગારી ઝડપાયા

ટંકારાના આસુન્દરી નદીના કાઠે આવેલ હનુમાન મંદિર પાસે આવેલ વાડીની એક ઓરડીમાં જુગાર ગંજી પતાનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પડ્યો હતો અને જુગાર રમતા હીરાલાલ ભગવાનજીભાઇ ભાલોડીયા ઉ.વ.૬૩ ધંધો ખેતી રહે. ટંકારા મનોજભાઇ પ્રાગજીભાઇ ફેફર ઉ.વ.૪૧ ધંધો ખેતી રહે. જબલપુર, અરજણભાઇ રામજીભાઇ કગથરા ઉ.વ.૬૩ ધંધો ખેતી રહે.જબલપુર, રામભાઇ નારણભાઇ ભાણ ઉ.વ.૬૮ રહે.ટંકારા પ્રતાપસિંહ અમરસિંહ જાડેજા ઉ.વ .૬૦ ધંધો નિવૃત રહે. ટંકારા, રફીકભાઇ ઉર્ફે હરીયો આદમભાઇ સોહરવદી ઉ.વ.૩૦ સહિતના ને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ 30,190 સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW