વાકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી. પોલીસે સોહિલ નૂરમહમદ કાબરા નામની વ્યકિતને ઝડપી મોરબી જિલ્લા જેલ હવાલે કર્યો હતો અને આરોપી સોહિલ વતી વકીલ ડી કે દોશી દ્વારા મોરબી કોર્ટમાં ખાનગી હોસ્પિટલમાં મેડિકલ ટ્રીટમેન્ટ માટે 25 દિવસના ટેમ્પરરી જામીન અરજી મૂકી હતી જેમાં તેમણે તેણે જરૂરી દસ્તાવેજ તેમજ પોતાના પક્ષકાર તરફથી દલીલ કરી હતી જેમાં હાલ કેસની તપાસ પૂર્ણ થઈ હોય તેમજ ચાર્જ શીટ પણ ફાઇલ થઈ ગઈ હોવાથી જામીન આપવા માગણી કરી હતી
બીજી તરફ સરકારી વકીલ વી.સી જાની દ્વારા પણ એવી દલીલ કરવામાં આવી હતી કે આરોપી વિરુદ્ધ હત્યા જેવોગંભીર ગુના નોંધાયો છે. આરોપીને 25 દિવસના જામીન આપવાથી ફરીથી કોઈ ગંભીર ગુનો થવાની આશંકા વ્યક્ત કરી હતી સાથે સાથે તેમ પણ ઉંમેર્યુ હતું કે આરોપીને જે પણ સારવારની જરૂર છે તે સરકારી હોસ્પિટલમાં સમયાંતરે આપવામાં આવે છે ડૉક્ટર અને જેલ રિપોર્ટ મુજબ તેંમને ડિજનરેટિવ લેબર સ્પાઇન છે આવા કેસમાં ન્યુરો સર્જન દ્વારા જે ટ્રીટમેન્ટ આપે તે મુજબ સારવાર લેવાની હોય છે અને સીવીલ હોસ્પિટલમાં તે સારવાર ઉપલબ્ધ છે જેથી આરોપીની જામીન અરજી મંજુર ન કરવી જોઈએ
બન્ને પક્ષની દલીલ અને દસ્તાવેજ પુરાવા તેમજ જિલ્લા જેલના અભિપ્રાય આધારે મેજિસ્ટ્રેટ પી.સી જોશીએ જામીન અરજી ફગાવી દીધી હતી.

