HomeNationalબોલો! આ દેશમાં સંતાનના નામ માતા પિતા કે ફૈબા નહિ સરકાર પાડે

બોલો! આ દેશમાં સંતાનના નામ માતા પિતા કે ફૈબા નહિ સરકાર પાડે

કેટલાંક ચોક્કસ નામો પર રીતસર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો તમે પણ તમારાં બાળક માટે નામ શોધી રહ્યા છો તો પહેલાં આ લિસ્ટ પર નજર નાખી લો, જેથી તમને અગાઉથી જ જાણકારી રહે કે બાળકને કેવા નામ નથી આપવાના. બાળકના નામ રાખવાની પ્રક્રિયા ઘણીવાર લાંબી ચાલતી હોય છે. કેટલાંક પેરેન્ટ્સ બાળકના જન્મ અગાઉ જ નામ વિચારીને રાખી દેતા હોય છે, તો ઘણીવાર કેટલાંક નામ એવા હોય છે જે પરિવારને પંસદ નહીં આવતા ફેરવિચાર પણ શરૂ કરવામાં આવે છે. માતાપિતા પોતાના બાળકને મિનિંગફૂલ અને મોર્ડન આપવાનો આગ્રહ રાખતા હોય છે.

જર્મની એક એવો દેશ છે જે પ્રગતિના મામલે આગળ છે, પરંતુ અહીંનો કાયદો પણ ખૂબ જ કડક છે. આ દેશમાં બાળકોના નામ રાખવાને લઇને પણ નિયમ અને કાયદાનું પાલન કરવું પડે છે. અહીં બાળક કે બાળકી માટે એક સમાન નામ પસંદ નથી કરી શકતા. તમે જર્મનીમાં કોઇ ફૂડ અથવા પ્રોડક્ટના નામ પર પણ બાળકનું નામ નથી રાખી શકતા. આ સિવાય અહીં ઓસામા અને હિટલર નામ પર પ્રતિબંધ છે.

દેશમાં પેરેન્ટ્સને જ પોતાના બાળકનું નામ પસંદ કરવાની આઝાદી નથી. ડેનમાર્ક સરકારે બાળકોના નામનું લિસ્ટ જાહેર કરીને રાખ્યું છે. જો કોઇ પેરેન્ટ્સને પોતાની મરજી કે પસંદગીનું નામ બાળકને આપવાનું હોય તો તેઓએ પહેલાં સરકારની મંજૂરી લેવી પડે છે. અહીં એશલી, પ્લૂટો, મન્કી જેવા નામ પર પ્રતિબંધ છે.

દેશના સોનોરા શહેરમાં 61 બેબી નેમ્સ પર પ્રતિબંધ છે. જે નામો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેમાં, જેનો કોઇ અર્થ નથી, શરમજનક અથવા કોઇને ચીડવવા માટે ઉપયોગમાં લેવાતા નામો સામેલ છે. આ લિસ્ટમાં બેટમેન નામ પણ સામેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW