HomeGujaratCentral Gujaratગુજરાત ભિખારી નથી, સ્વમાનવાળુ રાજ્ય : શંકરસિંહ

ગુજરાત ભિખારી નથી, સ્વમાનવાળુ રાજ્ય : શંકરસિંહ

ગુજરાત વિધાનસભા ચૂંટણી માથે ગાજી રહી છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી રાજકારણમાં એક્ટિવ થયા છે.અગાઉ પણ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જવાના એંઘાણ આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ આ મુદ્દો શાંત પડી ગયો હતો.

આ દરમિયાન એકવાર ફરી શંકરસિંહ બાપુની કોંગ્રેસમાં ભળી જવાની અટકળો તેજ થઇ છે.ભાજપમાં જવા મુદ્દે શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું ત્યારે મહેસાણા ખાતે અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા દ્વારા સાક્ષી હુંકાર મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કોગ્રેસના નેતાઓની સાથે સ્ટેજ પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ જોવા મળ્યા હતા. સ્ટેજ પર અર્જુન મોઢવાડિયા, શંકરસિંહ વાઘેલા સહિત સી. જે. ચાવડા, ચંદનજી ઠાકોર, રઘુભાઈ રબારી જોવા મળ્યાં હતા. આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં જોડાવા અંગે મોટું નિવેદન આપ્યું હતું.

ફ્રીના વાયદા પર શંકરસિંહે જણાવ્યું કે, ‘ગુજરાત ભીખારી નથી, સ્વમાનવાળુ રાજ્ય છે. વીજળી-પાણી ભૂતકાળમાં મફત વગર જાહેરાતે આપેલા છે. આજની સરકાર કરોડોની જાહેરાત જ્યારે આપે છે, એના બદલે જે લોકો આંદોલન કરે છે, તેમને સગવડ આપોને.’અગાઉ પણ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવવાના સંકેતો આપ્યા હતા. તેમણે આ અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ‘હાલ મારી કોંગ્રેસના મિત્રો સાથે વાત ચાલી રહી છે.’

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW