HomeGujaratદશેરા ફળ્યા, અલ્ટ્રા લક્ઝુરિયસ સહિત 10,500 કારનું ચપોચપ વેચાણ

દશેરા ફળ્યા, અલ્ટ્રા લક્ઝુરિયસ સહિત 10,500 કારનું ચપોચપ વેચાણ

દશેરાએ ગુજરાતમાં 100થી વધુ મર્સિડિઝ, BMW, AUDI જેવી અલ્ટ્રા-લક્ઝુરિયસ સહિત 10,500 જેટલી કારનું વેચાણ થયું છે. જ્યારે 16 હજારથી વધુ ટુ-વ્હીલર શો-રૂમમાંથી છુટયા છે. જેમાં અમદાવાદ શહેરમાંથી 50થી વધુ મર્સિડિઝ અને બીએમડબ્લ્યુ કારનું નવરાત્રિના તહેવાર જ વેચાણ થયું છે. અમદાવાદ શહેરમાંથી આજે દશેરાના દિવસે બે હજારથી વધુ સાઈકલોનું વેચાણ થયાનો અંદાજ છે.

દશેરાના દિવસે અમદાવાદમાં વાહનોના વેચાણમાં ગત વર્ષની તુલનામાં 30થી 35%નો વધારો જોવા મળ્યો છે. શહેરના વિવિધ શો-રૂમમાંથી 6,100 ટુ-વ્હીલર અને 2,200 જેટલા ફેર-વ્હીલરનું વેચાણ થયું છે. અમદાવાદમાં વાહનોના શો-રૂમમાં વાહનોની ડિલિવરી લેવા સવારથી જ ભીડ જોવા મળી હતી. ઓટો ડીલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ આજે દશેરાના દિવસે 6,100 ટુ-વ્હીલર અને 2,200 જેટલા ફેર-વ્હીલર છૂટયા છે. દશેરા સુધીમાં 11,500 જેટલા ટુ-વ્હીલર અને 3,500 ફેર વ્હીલર વેચાયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW