HomeGujaratમોરબીમાં મંડપ સર્વિસના ગોડાઉનમાંથી ચોરી કરનાર 5 દબોચી લેતી પોલીસ

મોરબીમાં મંડપ સર્વિસના ગોડાઉનમાંથી ચોરી કરનાર 5 દબોચી લેતી પોલીસ

મોરબીના લાતીપ્લોટ શેરીન ૨ શીવમંડપ સર્વીસમાથી અલગ અલગ વસ્તુઓની ચોરી થયેલ હોય જે અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
આ પ્રકરણમાં એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શંકાસ્પદ શખ્સ એક વાહનમાં ફરતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પી.આઈ મયંક પંડ્યા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી તેમજ નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી ચોરીમાં ઉપયોગ થયેલ સુપર કેરી લોડીંગ વાહન મા ચાર ઈસમો લીલાપર રોડ સરકારી આવાસ યોજના સામેથી મળી આવતો તેઓને વિશ્વાસમા લઇ યુકિત પ્રયુકિત થી પુછપરછ કરતા તેઓએ આ ચોરી કરેલાની કબુલાત આપતા પોલીસે ચોરીનો માલ હાજીભાઇ મુસાભાઇ ખુરેશી પાસે હોવાની ખાતરી આપતા પોલીસે મોરબી કબીર ટેકરી વાળાને આપેલ હોય જેથી મજકુર ના મોરબી-ર સર્કીટ હાઉસ સામે આવેલ ભંગારના ડેલામાંથી ચોરી થયેલ મુદામાલ રીકવર કર્યો હતો. .જે બાદ એક સગીરવય ના બાળકિશોર ની સંડોવણી ખુલતા તેને જુવેનાઇલ કોર્ટ મા રજુ કરવામા આવેલ છે આવ્યો હતો. તપાસ દરમિયાન હિતેશભાઇ દીલીપભાઇ પાટડીયા અજયભાઇ સવજીભાઇ કુંઢીયા, હાજીભાઇ મુસાભાઇ, આશીફભાઇ હમીદભાઇ શેખના નામ ખુલતાં આ ચારેય આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.તેમજ માલવાહક વાહન તેમજ મંડપ સર્વિસના સમાન સહિત 3,68,750નો મુદામાલ જપ્ત કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW