જૂનાગઢમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે ધરાર નગર વિસ્તારમાં યુવાન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. મોડી રાત્રે પાર્ટીમાં બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. મૃતકનું નામ જયેશ હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ શહેરનો ધરાનગર વિસ્તાર ગુન્હાખોરીને લઈને ઘણા વર્ષોથી કુખ્યાત બની રહ્યો છે, ત્યારે પોલીસે હુમલો અને ત્યાર બાદ ઈજાગ્રસ્ત યુવાનનુ મોત થતા હત્યાને પગલે તપાસ શરૂ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસે યુવક પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દેનારના કિસ્સામાં કેટલાક આરોપીને પકડી પાડ્યા હોવાની પણ વિગતો મળી રહે છે.
વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને તેની પાછળ અહીંના સ્થાનિક કોર્પોરેટર અને નેતાઓના હાથ હોવાનું અનેક વખત બહાર આવ્યું છે. આજે થયેલી હત્યાની પાછળ પણ રાજકીય આગેવાન હોવાનું મનાઈ રહ્યું છે. આ વિસ્તારના ભાજપના કોર્પોરેટર જીવાભાઇ સોલંકીના પુત્ર હરેશ સોલંકી હત્યાની પાછળ હોવાની વિગતો મળી રહી છે.

