HomeGujaratચાલું ગરબા એ ઈ સિગારેટથી ધુમાડા, વીડિયો વાયરલ

ચાલું ગરબા એ ઈ સિગારેટથી ધુમાડા, વીડિયો વાયરલ

નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રિમાં લોકો ઉત્સાહભેર ગરબે રમવા જતા હોય છે. ગરબા રમતી વખત કેટલાક વિવાદો પણ ઊભા થતાં હોય છે. હાલમાં જ બજરંગ દળના કાર્યકર્તાઓએ બે મુસ્લિમ યુવકોને મેથીપાક ચખાડ્યો હતો. હવે વડોદરામાં ગરબા કાર્યક્રમમાં ચાલુ ગરબાએ ઇ-સિગારેટ પીતી યુવતીનો વીડિયો વાયરલ થયો છે. હાલમાં આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેની ખૂબ નિંદા કરી રહ્યા છે. તેમજ હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ લાગાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, પોલીસ તંત્રએ પણ આ ઘટનાને ધ્યાનમાં લીધી છે.

ઘટના વડોદરાના જાણીતા યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડની છે. અહીં એક યુવતી ગરબા દરમિયાન રોજ ઇ-સિગારેટ પીતી જોવા મળતી હતી. તેની સાથે એક યુવક પણ જોવા મળતો હતો, જેણે પોતાના હાથમાં ઇ-સિગારેટ પકડી રાખી હતી. ચાલુ ગરબાએ સિગારેટ પીને ધુમાડો કાઢતી આ યુવતીનો વીડિયો કોઈકે ઉતારીને સોશિયલ મીડિયા વાયરલ કરી દીધો હતો. વીડિયો સોશિયલ મડિયા પર વાયરલ થયા બાદ આ કૃત્યની ખૂબ નિંદા થઇ રહી છે, તો બીજી તરફ ગરબાને બદનામ કરવા માટે જાણીજોઈને એમ કરવામાં આવ્યું હોય તેમ પણ કહેવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW