HomeGujaratસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કસોટીનો કાર્યક્રમ જાહેર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કસોટીનો કાર્યક્રમ જાહેર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેમ-1ના 58 કોર્ષની 21 નવેમ્બરથી પરીક્ષા શરૂ થશે જ્યારે સેમ-3માં 23 કોર્ષની 9 નવેમ્બરથી પરીક્ષા શરૂ થશે. પરીક્ષાનો સમય સવારના 10:30થી 1:00 અને બપોરના 2:30થી 5:00 કલાક સુધીનો રહેશે. યુનિવર્સિટીમાં બી.એ, બી.કોમ, બી.એસ.સી અને બી.બી.એ. સહિતની પરીક્ષા લેવાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં વડીયાની નવી એમ.ડી. કહોર કોલેજનું યુનિવર્સિટી સાથેનું જોડાણ નામંજૂર કરાયું. તેમજ પરીક્ષાના CCTV પણ હવે સત્તાધિશો અને મીડિયા જ નીહાળી શકશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. એટલે કે હવેથી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓને કેન્દ્રીય પદ્ધતિથી પ્રવેશ અપાશે. મહત્વનું છે કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓને જે-તે કોલેજ પ્રવેશ આપતી હતી. તેમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે હવેથી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કેન્દ્રીય પદ્ધતિથી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. તમામ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય સેન્ટ્રલાઈઝ યુનિવર્સિટીથી કરાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે મળેલી સિન્ડિકેટની બેઠકમાં સેન્ટ્રલાઈઝ એડમિશન સહિતના મુદ્દે ABVPના કાર્યકરોએ ધમાલ મચાવી હતી. જ્યાર બાદ તમામ સભ્યોએ નવા વર્ષથી તમામ કોલેજોમાં તમામ ફેકલ્ટીનો પ્રવેશ સેન્ટ્રલાઈઝ યુનિવર્સિટી કક્ષાએથી કરવા નિર્ણય લીધો હતો. સિન્ડિકેટ બેઠકમાં વડીયાની એમ.ડી.કહોર કોલેજને ખાનગીનું જોડાણ આપવાનું નામંજૂર કર્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW