મોરબી જિલ્લામાં વાહન ચોરીના બનાવ સતત વધી રહ્યા છે.વાહન ચોર ગેંગ ક્યારેક પાર્ક કરેલ બાઈક ઉપાડી ફરાર થઇ જાય છે તો ક્યારેક અન્ય વાહન આવા તત્વો દિવસે દીવસે બેફામ બન્યા છે ત્યારે પોલીસની ઢીલી નીતિ આખે ઉડીને વળગી રહી છે મોરબીના કાંતિનગરમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુનુસ ઈબ્રાહીમ પલેજા નામના રીક્ષા ચાલકે તેની જી.જે ૩૬ યુ ૨૧૮૬ નંબરની રીક્ષા મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ રીઝેન્સી મોલ સામે પાર્ક કરી હતી ત્યારે કોઈ અજાણ્યો શખ્સ રીક્ષાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે અજાણ્યા શખ્સ વિરુધ્દ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

