HomeGujaratCentral Gujaratકેજરીવાલના સમર્થકે કેસરિયા કર્યા, ભાજપની ટોપી પહેરી

કેજરીવાલના સમર્થકે કેસરિયા કર્યા, ભાજપની ટોપી પહેરી

હવે નેતાઓના ટેકેદાર પણ પાટલી બદલવા લાગ્યા છે. હાલમાં જ અરવિંદ કેજરીવાલના અમદાવાદ મુલાકાત સમયે જે રિક્ષા ડ્રાઈવર વિક્રમ તેમને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું અને કેજરીવાલ હોંશે હોંશે ભોજને પહોંચીને પોલીટીકલ માઈલેજ મેળવવા પ્રયત્ન કર્યો હતો

પરંતુ હવે એ રિક્ષા ડ્રાઈવર વિક્રમ અમદાવાદમાં વડાપ્રધાનના મેટ્રો રેલ પ્રારંભના કાર્યક્રમમાં નજરે ચડ્યા હતા અને ભાજપનાં મીડિયા સેલના ઇન્ચાર્જ યોગેશ દવેએ ટિવટ કરીને ગુજરાતની અસ્મિતાને રાજકીય રંગ આપવાનો ‘ઠગ રેવડીલાલ’નો પ્રયાસ નિષ્ફળ તેવું જણાવ્યું હતું.

આ રિક્ષા ડ્રાઈવરને કેસરીયો ખેસ પહેરાવી દીધો હતો. આ રિક્ષા ડ્રાઈવરને એવું કહેતા દર્શાવાયા કે હું પહેલેથી જ ભાજપ સાથે જોડાયેલો છું. કેજરીવાલના જમવાના આમંત્રણ અંગે આ રિક્ષા ડ્રાઈવરે કહ્યું કે મેં તો અમસ્તુ જ આમંત્રણ આપ્યું હતું. મને ખબર નહીં કે તેઓ ખરેખર આવશે, બાકી અમે તો મોદી સાહેબના બાળપણથી આશિક છું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW