ભારતની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક અને ભારતમાં ઈવી ક્રાંતિમાં આગેવાન ટાટા મોટર્સે આજે તેના ઈવી પરિવારની નવીનતમ સભ્ય Tiago.evના લોન્ચની ઘોષણા કરી હતી. ભારતને ભવિષ્ય તરફ સંગઠિત કરતાં Tiago.ev તેના રોમાંચક, આસાન, ઈકો- ફ્રેન્ડ્લી અને પ્રીમિયમ ઈવી ડ્રાઈવ અનુભવ સાથે દેશને મોહિત કરવા માટે સુસજ્જ છે. INR 8.49 Lakh થી શરૂ થતી વિશેષ આરંભિક કિંમત તેના સૌપ્રથમ 10,000 ગ્રાહકો (જેમાંથી 2000 નેક્સોન ઈવી અને ટિગોર ઈવીના વર્તમાન ગ્રાહકો માટે રિઝર્વ્ડ છે)ને 10 ઓક્ટોબર, 2022થી શરૂ થતાં Tiago.ev માટે બુકિંગ પર લાભ મળશે. ગ્રાહકો કોઈ પણ અધિકૃત ટાટા મોટર્સની ડીલરશિપ અથવા વેબસાઈટ પર રૂ. 21,000ની બુકિંગ રકમ ચૂકવીને તેમની કાર રિઝર્વ કરી શકશે. ડિલિવરી જાન્યુઆરી 2023થી શરૂ કરવામાં આવશે.
મેનેજિંગ ડાયરેક્ટર શ્રી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, “ભારતમાં ઈવી બજારમાં આગેવાન તરીકે અમે છેલ્લાં થોડાં વર્ષોમાં સફળતાથી તેની વૃદ્ધિ અને પહોંચ પ્રેરિત કરી છે. અમે માનીએ છીએ કે ઈવી ઝડપથી અપનાવવા માટે પ્રોત્સાહન આપતાં વાહનો રજૂ રીને મોબિલિટીના ભવિષ્ય તરફ મોજૂદ ક્રાંતિને ફાસ્ટ ફોર્વર્ડ કરવા માટે આ જ યોગ્ય સમય છે. ભારતની પ્રથમ ઈલેક્ટ્રિક હેચબેક Tiago.evના લોન્ચ સાથે રાષ્ટ્ર સુરક્ષિત, સ્વચ્છ અને હરિત મોબિલિટી માટે તેની ખ્વાહિશમાં વિરાટ પગલું લઈ શકે છે. આ આદર્શ ફન હેચ છે, જે પ્રીમિયમ, સેફ્ટી અને ટેકનોલોજી ફીચર્સ, ઈકો- ફ્રેન્ડ્લ ફૂટપ્રિંટ, જોશીલો પરફોર્મન્સ પ્રદાન કરે છે, જે સર્વ માલિકીના ઓછા ખર્ચના વધારાના લાભ સાથે વધુ ઈચ્છનીય બનાવાયું છે.
સર્વ ટ્રિમ્સમાં સ્ટાન્ડર્ડ તરીકે કક્ષામાં અવ્વલ કનેક્ટેડ ફીચર્સ ઓફર કરનાર તેના સેગમેન્ટમાં આ પ્રથમ છે, જે સામાન્ય રીતે વધુ પ્રીમિયમ કાર્સમાં ઓફર કરવામાં આવતું હોય છે. તે બેટરી પેક્સ અને ચાર અલગ અલગ ચાર્જિંગ સમાધાનના બે વિકલ્પ સાથે આવે છે, જેથી ગ્રાહકો તેમની મોબિલિટીની જરૂરતોને ઉત્તમ રીતે પહોંચી વળે તે સંયોજન પસંદ કરી શકે છે. લક્ઝુરિયસ એમ્બિયન્સમાં તેના રોમાંચક છતાં ડ્રાઈવ કરવામાં આસાન અનુભવ સાથે Tiago.ev દરેક પરિવારના સભ્યની ફેવરીટ કાર બની રહેવાની શક્યતા છે. “ઉપરાંત અમારી ઈવીને વધુ પહોંચક્ષમ બનાવવાના લક્ષ્ય સાથે આ લોન્ચ સાથે અમે 80 નવાં શહેરોમાં પ્રવેશ કરી રહ્યા છીએ, જેને લઈ અમારું નેટવર્ક 165થી વધુ શહેરો સુધી વિસ્તરશે.
અમને વિશ્વાસ છે કે આ પગલાથી વધુ ને વધુ ગ્રાહકો પર્સનલ મોબિલિટી માટે તેમની અગ્રતાના માધ્યમ તરીકે ઈવીને અપનાવશે. અમે ઓટો એમિશન્સમાંથી કાર્બન ઉત્સર્જન ઓછું કરવા ભારતની કટિબદ્ધતા પૂર્ણ કરવા અમારી ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને 2026 સુધી 10 ઈવીના પોર્ટફોલિયો સાથે ગ્રાહકોને વધુ પસંદગી ઓફર કરીશું.”

