જેમ જેમ વિધાનસભા ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ મોરબી જિલ્લામાં બુટલેગરો એક યા બીજી રીતે દારૂ ઘુસાડવાની પેરવી કરી રહ્યા છે ત્યારે રાજ્યમાં ચુંટણી પૂર્વે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા ચૂટણી સમયે દારૂબંધીની કડક અમલવારી થાય તેવા વિવિધ જિલ્લાના એસપીને નિર્દેશ આપ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં પણ દારૂબંધીની કડક અમલવારી કરવા પોલીસ એક્શન મોડમાં આવી હોય અને તેમના બાતમીદારો ફરી સક્રિય કરતા મોરબીના લીલાપર નજીક આવેલ રાઘે પાર્ટી પ્લોટના પાછળના ભાગે આવેલ ગોડાઉન જેવી દેખાતી ઓરડી ભાડે રાખી મિત વિજયભાઈ ચૌહાણ નામની વ્યક્તિ સાથે મળી દીપક સિહ ખોડુભા વાઘેલા,ચંદ્ર્સીહ સરદારસિહ ઝાલા અને ચેતનસિંહ રવીન્દ્રસિંહ ચૌહાણે સાથે મળી મોટાપાયે દારૂ છુપાવ્યો છે તેવી બાતમી મળી હતી. બાતમી આધારે મોરબી એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો અને અલગ અલગ બ્રાન્ડની રૂ 40,51, 800 કિમતની 8988 બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો હતો અને ત્યાંથી મિત વિજયભાઈ ચૌહાણને ઝડપી લીધો હતો આરોપીની પૂછપરછમાં અન્ય નામ ખુલતા તમામ આરોપી દીપક સિહ ખોડુભા વાઘેલા,ચંદ્ર્સીહ સરદારસિહ ઝાલા અને ચેતનસિંહ રવીન્દ્રસિંહ ચૌહાણ તેમજ મિત વિજયભાઈ ચૌહાણ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

