મોરબીના આમરણ બગથળા રોડ પર આવેલ કેરાળી ગામના પાટીયા પાસેથી ગત 19ના રોજ 40થી 50 વર્ષના એક અજાણ્યા પુરુષની માથાના ભાગે બોથડ પદાર્થથી મારમારી હત્યા કર્યા બાદ તેની લાશ સળગાવી દેવામાં આવી હતી આ ઘટનામાં મૃતકનું ફોરેન્સિક રીપોર્ટ કરવામાં આવતા તેનીં હત્યા થઇ હોવાનું ડોકટરના પીએમ રીપોર્ટમાં આવતા મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આઈ એમ અજમેરીએ અજાણ્યા શખ્સ વિરીદ્ધ આઈપીસી 302,201 GP act 135 અંતર્ગત ગુન્હો નોધી મૃતકની તેમજ હત્યારાની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે પોલીસ દ્વારા તાજેતરમાં ગુમ થયેલા 40થી 50 વર્ષના યુવકની કોઈ પોલીસ મથક ફરિયાદ નોધાઇ હોય તો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જો મૃતકની ઓળખ થાય તો જ શા માટે તેની હત્યા કરી અને કોણે કરી તે અંગે કારણ સામે આવી શકે છે.

