HomeGujaratહાશ.. હવે પીપળી રોડ વાહન ચલાવવા જેવો થશે,માર્ગ મકાન વિભાગે રોડનુ પેચવર્ક...

હાશ.. હવે પીપળી રોડ વાહન ચલાવવા જેવો થશે,માર્ગ મકાન વિભાગે રોડનુ પેચવર્ક કામ શરુ કર્યું

મોરબીના ઔધોગિક ઝોન એવા મોરબીથી જેતપર ગામને જોડતા 30 કિમીનો જેતપર -પીપળી રોડ છેલ્લા કેટલાય વર્ષોથી જર્જરિત અવસ્થામાં છે. અનેકવાર આ બાબતે આસપાસના ગ્રામજનોએ રજૂઆત કરી હતી તેમજ 30 કિમી સુધી ઉદ્યોગકારો, સ્થાનિક લોકોએ બાઈક રેલી કરી તંત્રની ઊંઘ ઉડાડવા પ્રયાસ કર્યા હતા પણ નિંભર તંત્ર જાગ્યું ન હતું અંતે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આ રોડ મુદે હસ્તક્ષેપ કર્યો હતો અને સીધા ગાંધીનગર પહોચ્યા હતા અને માર્ગ મકાન વિભાગના સચિવ વસાવાને મળ્યા હતા અને તાત્કલિક ધોરણે રસ્તાનું રીપેરીંગ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી.પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની રજૂઆત બાદ ગાંધીનગરના ચીફ એન્જીનીયરે પણ રોડની મુલાકાત લીધી હતી અને રોડની તાત્કાલિક મરમત જરૂરિયાત હોવાનું સ્વીકારી કરી માર્ગ મકાન વિભાગની ટીમને એસ્ટીમેટ સહીતના દસ્તાવેજ સાથે ગાંધીનગર બોલાવ્યા હતા જ્યાંથી તમામ મંજુરી મળી જતા આજથી રોડનુંપેચવર્ક કામ શરુ કરવામાં આવ્યું છે રોડનું પેચવર્ક થતા હવે લોકોને આ રોડ ફરી વાહન ચલાવવા લાયક થશે તેવી આશા સેવી રહ્યા છે.
બીજી તરફ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ પણ હળવદ-મોરબી રોડના ફોર લેન કામગીરીને સરકારમાંથી મંજુરીની મહોર લાવ્યા હોય અને આગામી દિવસમાં તેનું કામ પણ શરુ કરવામાં આવશે તેવો દાવો કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW