HomeGujaratમોરબી પાલિકાએ અવની ચોકડી પાસે ડિમોલેશન કામગીરી રસ્તો પહોળો કર્યો

મોરબી પાલિકાએ અવની ચોકડી પાસે ડિમોલેશન કામગીરી રસ્તો પહોળો કર્યો

મોરબીના અવની ચોકડી વિસ્તારમાં તાજેતરમાં વરસાદી પાણીના નિકાલ બાબતે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને પાલિકાથી લઈ ગાંધીનગર સુધી રજુઆતો કરી આ વિસ્તારમાં વહેલી તકે વરસાદી પાણીની નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગણી કરી હતી અને પાણી નિકાલની વ્યવસ્થા થયા બાદ જ રોડની કામગીરી શરૂ કરવા દેશે તેવી હઠ પકડી હતી જેના કારણે તંત્ર દોડતું થયું હતું અને અવની ચોકડીથી ચોકિયા હનુમાન મંદિર સુધી રસ્તાને પહોળો કરવાની કામગીરી હાથ ધરી હતી મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા અને તેમના માર્ગદર્શનમાં પાલિકાની ટીમ દ્વારા રવિવારના રોજ રસ્તા પર ખડકાયેલ ગેરકાયદે બાંધકામ જેમાં બાઉન્ડ્રી વોલ,દુકાન બહારના પગથિયા તેમજ ઓરડીઑ સહિતના નાના મોટા બાંધકામ તોડી પાડયા હતા અને રસ્તો પહોળો કરાવ્યો હતો આ કામગીરીમાં પાલિકાના કર્મચારી હિતેશભાઈ રવેશિયા તેમજ તેમની ટીમ જોડાઈ હતી અને રસ્તો ક્લિયર કરાવ્યો હતો તેમજ ભવિષ્યમાં વરસાદી પાણી એકઠું ન થાય પણ તેનો નિકાલની વ્યવસ્થા કરી આપશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW