ગુજરાતમાં તા. 27 સપ્ટેમ્બરથી તા. 10 ઓક્ટોબર દરમિયાન અમદાવાદ,રાજકોટ,ગાંધીનગર, સુરત, ભાવનગર, વડોદરા સહિત મહાનગરોમાં યોજાનાર રાષ્ટ્રીય રમતોત્સવ (નેશનલ ગેઈમ્સ-૨૦૨૨)માં દેશભરમાંથી ૭ હજારથી વધુ રમતવીરો આવવાના છે અને રાજકોટમાં હોકી અને સ્વીમીંગની બે સ્પર્ધા યોજાનાર છે. આ અન્વયે આજે રાજકોટના યુનિવર્સિટી રોડ પર રૂ.૧૮ કરોડના નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું તથા રેસકોર્સ રૂડા કચેરી પાસે અગાઉ બનાવાયેલ અને ૧૭૦ બોયઝ અને ૧૭૦ ગર્લ્સ રહી શકે તેવા સ્પોર્ટ્સ હોસ્ટેલનું આજે રાજ્યના ગૃહ અને રમતગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંકુલમાં ઓપન એર થિયેટર ખાતે અમૃત કલા મહોત્સવ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ગૃહમંત્રીએ જણાવ્યું કે સ્પોર્ટ્સ સંકુલમાં માત્ર માસિક રૂ.૨૦૦માં યુવાનોને રમતગમતની તાલીમ અપાશે અને ખેલકૂદ ક્ષેત્ર પણ યુવાન-યુવતીઓ કારકીર્દિ ઘડી શકે તેવો પ્રયાસ સરકાર કરી રહી છે. ભૂતકાળમાં રાષ્ટ્રીય રમતાના આયોજનમાં દોઢ-બે વર્ષથી સાત વર્ષ થતા ત્યારે હવે સરકારે માત્ર ત્રણ માસમાં આયોજન કર્યું છે. આ રાષ્ટ્રીય રમતોત્સવ તા.૨૯ સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આ રમતોત્સવને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લો મુકશે.રમતગમત મંત્રી પોતે ઉત્સાહભેર યુનિ.રોડ પર સ્પોર્ટ્સ સંકુલમાં સાંસદ રામભાઈ મોકરીયા સાથે બેડમિન્ટન તેમજ બાસ્કેટ બોલ, ટેનીસ,ટેબલ ટેનીસ રમ્યા હતા

