HomeGujaratCentral Gujaratમોંઘવારી મુદ્દે પરેશ ધાનાણી એ સવાલ કર્યા, કહ્યું ખેડૂતની મુશ્કેલી સમજુ છું

મોંઘવારી મુદ્દે પરેશ ધાનાણી એ સવાલ કર્યા, કહ્યું ખેડૂતની મુશ્કેલી સમજુ છું

આજે વિધાનસભા સત્રના છેલ્લા અને અંતિમ દિવસે ગૃહમાં ખાદ્યતેલને લઈને માહોલ ગરમાયો હતો. ધારાસભ્ય પરેશ ધાનાણીએ મોંઘવારી મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી અને ખાદ્યતેલના આસમાને આંબતા ભાવ ઉપર નિવેદન આપતા કહ્યું હતું કે, તેઓ ખેડૂતનો દિકરો છું અને તેલિબિયા તેમના બાપ-દાદા પકવે છે.

ખેડૂતોને પડતી મુશ્કેલીઓ તેઓ સમજી શકે છે. આ ઉપરાંત તેમણે આક્ષેપ કરતા કહ્યું હું કે મગફળીના બજારમાં પોષણક્ષમ ભાવ નથી મળતા અને ખેડૂતને મગફળીના ભાવ 800-900 રુપીયા જ મળતા હોવાનું પરેશ ધાનાણીએ કહ્યું હતું.ખાદ્યતેલના ભાવ મુદ્દે વિધાનસભા ગૃહમાં હોબાળો મચ્યો હતો. જેમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો ઉભા થઇ ગયા હતા. પરંતુ તુરંત જ મામલો શાંત થતા પરેશ ધાનાણીએ ફરી બોલવાનું શરુ કર્યું હતું. કૃષિ મંત્રીએ પરેશ ધાનાણી દ્વારા જણાવવામાં આવેલા મગફળીના ભાવ ઉપર વાંધો ઉઠાવ્યો હતો.

મંત્રી રાઘવજી પટેલે કહ્યુ હતું કે 1200-1300 રુપીયે મગફળી ખુલ્લા બજારમાં વેચાય છે.મોઘવારી અને ખાદ્યતેલોના ભાવો પર મંત્રી નરેશ પટેલે જવાબ આપતા જણાવ્યું હતું કે, આપણો દેશ તેલ માટે 60-70% બીજા દેશ પર નિર્ભર છીએ. વ્યક્તિ દીઠ તેલનો વપરાશ ગુજરાતમાં વધારે છે. અંતયોદય છેવાડાના માનવીની ચિંતા ભાજપે કરી છે. યુક્રેન લડાઈના કારણે દેશ પર અસર થઈ છે. સરકાર 97 રુપીયા સબસીડી આપીને, 100 રુપીયે તેલ 71 લાખ કાર્ડ ધારકોને આપવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW