અમેરિકાના એક પ્રોફેસરે એક સરસ સંશોધન કર્યું કે, જીવ વગરનું માનવ શરીર અર્થ વગરનું છે. એના મોઢામાં આઈસક્રિમ મૂકવાથી કોઈ ફાયદો નથી. 100 વર્ષ જીવો તો પણ દર સેકન્ડ પાંચ કરોડની છે એવું માનીને જીવો. સામાન્ય ગેઝેટ ખરીદીએ ત્યારે એનું યુઝર્સ મેન્યુઅલ આવે છે. જ્યારે આઈફોન લઈને બેઠા હોઈએ અને ઘરમાં કોઈ કૂતરૂ ઘુસી જાય તો આઈફોનનો છૂટો ઘા એના માથે ન કરાય. આટલી મોટી જિંદગી લઈને ફરીએ છીએ તો એના કોઈ યુઝર્સ મેન્યુઅલ હોય કે નહીં. છે, વેદ, ઉપનિષદ, ગીતા, મનસ્મૃતિ આ બઘા યુઝર્સ મેન્યુઅલ છે.
હવે તો છઠ્ઠા ધોરણથી ગીતાના પાઠ શરૂ થવાના છે. ગુજરાત સરકાર કહે છે. પણ IIM અમદાવાદ તો ઓલરેડી મેનેજમેન્ટ ફ્રોમ ગીતા એવો કોર્ષ શરૂ કરેલો છે. આ યુઝર્સ મેન્યુઅલ છે. લાઈફ ડિઝાઈનિંગ બુક છે. સમયનો કેવી રીતે ઉપયોગ કરવો એ તમારા પર છે. કોઈ વ્યક્તિનો સેલેરી એક સેકન્ડનો 5 કરોડ હોય તો એ કામ શું કરતો હશે. આટલી મોંઘી પ્રતિષ્ઠિત વસ્તુ છે એ છે શરીર અને જીવ. અમેરિકાના એક પ્રોફેસરે આ બધુ રીસર્ચ કરેલું છે. એક કિડનીમાં 1 લાખ ફિલ્ટર છે. 2 ભેગી થાય બે લાખ થાય. આ કુદરતે સિસ્ટમ ડીઝાઈન કરી છે. હાર્ટબિટ પંપ કરે છે. આખી લાઈફ દરમિયાન 50 કરોડ લિટર બ્લડ આખા જીવનમાં ફેરવી નાંખે છે.
માનવજીવનો હેતું સમજવા એની કિંમત સમજવી પડે. હો….દરેક નસ અને શીરાને સીધી કરી નાંખીએ તો 60,000 કિમીનું આખું નેટવર્ક આવી જાય. એટલું સરસ આપણું બોડી છે. પણ આપણે શું કરી છીએ. સવારે ઊઠીને પહેલા માવો કે પાનનો બંદોબસ્ત કરીએ છીએ. કંઈ નહીં તો એક સિગારેટ પીને ધુમાડાં કાઢીએ છીએ. બગડે છે આપણું અને કમાઈ કોઈ બીજો જાય છે. આવું ન કરવું જોઈએ.દરરોજ કેટલાય લોકો મૃત્યું પામે છે. કુદરત ફુલ ફોક્સ કોઈ એક શહેર પર મૂકી દે તો….સિસ્ટમ ખખડી જાય. આપણા શાસ્ત્રોની વાત યાદ રાખો. શરીર ક્યારેય પતી જાય એની કોઈને ખબર ન પડે. એમાંય કોરોનામાં સારા સારા લોકો જતા રહ્યા.
નવજાત શિશુ બચી જાય અને યુવાનો જતા રહે. જે રોજ જીમમાં જતા હોય…આમા કુદરતની સિસ્ટમ કામ કરે છે. કિંમત સમજો આ શરીર અને જીવની. પછી જે કરવું હોય એ સારૂ કરો.

