HomeGujaratપરશુરામધામ મોરબીમાં નવનિર્મિત સંતકુટીર,ચબૂતરાનું ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાના હસ્તે લોકાર્પણ

પરશુરામધામ મોરબીમાં નવનિર્મિત સંતકુટીર,ચબૂતરાનું ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાના હસ્તે લોકાર્પણ

મોરબીમાં કોરોનાથી મૃત્યુ પામેલ આત્માઓના મોક્ષ માટે પૂર્વ ધારાસભ્ય દ્વારા આયોજિત શ્રીમદ ભાગવતકથાનું આયોજન કરાયું છે અને શ્રીમદ્દ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે. સવારે 9થી બપોર 1 વાગ્યા સુધી કથાપાઠ બાદ અલગ અલગ સ્થળની મુલાકાત લઇ રહ્યા છે ત્યારે મંગળવારના રોજ મોરબીના નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામ ખાતે નવનિર્મિત કુટિર-ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સમસ્ત બ્રહ્મસમાજ,પરશુરામ યુવા ગ્રુપ,તાલુકા બ્રહ્મસમાજ, મહિલા મંડળ શહેર અને જિલ્લા ના હોદેદારો પણ હાજર રહ્યા હતા,કાર્યક્રમ નું સંચાલન રવિન્દ્ર ભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા પરશુરામ ધામ ના પ્રમુખ ભુપત ભાઈ પંડ્યા અને અનિલભાઈ મહેતા નિરજભાઈ ભટ્ટ અને ચિંતનભાઈ ભટ્ટ,,અને મુકેશભાઈ જાની દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW