HomeGujaratAap BTP નું ગઠબંધન તૂટ્યું, વધુ એક પડકાર

Aap BTP નું ગઠબંધન તૂટ્યું, વધુ એક પડકાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બહુ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્યમાં તમામ પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગેલા છે. આ સાથે જ ગુજરાતની ચૂંટણીમાં પૂરી તાકાત સાથે ઉતરવાની તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો મળ્યો છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) એ AAP સાથેનું ગઠબંધન તોડી નાખ્યું છે. AAP એ આદિવાસી વિસ્તારોમાં મજબૂત ગણાતી ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું.

ગઠબંધન તૂટી ગયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ સમાચાર આમ આદમી પાર્ટી માટે એક મોટા ઝટકા સમાન છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે.વિધાનસભાની ચૂંટણી પહેલા ગઠબંધન તોડવાથી AAPને રાજકીય નુકસાન થઈ શકે છે. પાર્ટી તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે, જો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન રાખવામાં આવશે તો તેમના જ સંગઠનને નુકસાન થશે.

BTPએ કહ્યું કે ગઠબંધનને લઈને AAP તરફથી યોગ્ય પ્રતિક્રિયા આવી રહી નથી. લોકોમાં પાર્ટીની છબી ખરડાઈ રહી હતી. તેમનો પક્ષ તોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ કારણસર હવે ટ્રાઈબલ પાર્ટી ઓફ ઈન્ડિયા એકલા હાથે ચૂંટણીમાં ઉતરવાની તૈયારી કરી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW