HomeGujaratCentral Gujaratનવેમ્બરથી માર્ચમાં અઢળક લગ્ન, ડિશ મોંઘી રહશે

નવેમ્બરથી માર્ચમાં અઢળક લગ્ન, ડિશ મોંઘી રહશે

છેલ્લા બે વર્ષ લગ્નની સિઝન ફલોપ રહ્યા બાદ હવે નવેમ્બરથી માર્ચ માસમાં લગ્નની ભરપૂર સિઝન શરૂ થશે. સોમવારે અમદાવાદમાં મળેલી ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા કેટરર્સની બેઠકમાંથી જાણવા મળ્યું હતું કે, નવેમ્બરથી માર્ચ સુધીમાં માત્ર અમદાવાદમાં 1 લાખથી વધારે લગ્નનો યોજાશે. જેના માટે કેટર્સને 60થી 70 ટકા એડવાન્સ ઓર્ડર બુકિંગ મળ્યા છે. રાજ્યના કેટરર્સે 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સંમેલન અને પ્રદશર્નનું આયોજન કર્યું છે. જેમાં અનેક મોટા આયોજન જોવા મળશે.

ભાવ વધારો જમવાની ડીશ મોંઘી: કેટરર્સ એસોસિએશનનું કહેવું છે કે, તમામ વસ્તુઓ મોંઘી થતાં ડીશના ભાવમાં 15થી 20 ટકાનો વધારો થયો છે પરંતુ કેટરર્સે નફો ઓછો કરી માત્ર 10 ટકા ભાવ વધારો કર્યો છે. લગ્નની સિઝનમાં એનઆરઆઇ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. નવેમ્બરથી માર્ચમાં 1 લાખ લગ્નનો થઇ રહ્યાં છે. જેમાં 45 ટકા એનઆરઆઇ લગ્ન માટે આવી રહ્યાં છે.

જૂની વાનગીની ઓન ડિમાન્ડ: જૂની વાનગીઓને નવીન રીતે તૈયાર કરવામાં આવી રહી છે. જેમ કે બાજરી અને મકાઇના નાનો રોટલાની સાથે ઓળાને સ્ટાર્ટરમાં પિરસવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત જૂની વાનગીઓનું ચલણ પણ વધી રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW