HomeGujaratમોરબીના ઢુવા નજીક સનહાર્ટ ફેક્ટરીમાં રીપેરીગ વખતે એસી કમ્પ્રેસર ફાટતા 3...

મોરબીના ઢુવા નજીક સનહાર્ટ ફેક્ટરીમાં રીપેરીગ વખતે એસી કમ્પ્રેસર ફાટતા 3 કર્મચારીને ઈજા,એક વ્યક્તિને રાજકોટ રીફર કરાયો

મોરબી-વાકાનેર નેશનલ હાઈવે પર આવેલ ઢુવા નજીક સનહાર્ટ સિરામિક ફેકટરીમાં રવિવારે મોડી રાત્રે કિલન કેબીનમાં રીપેરીંગ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન કોઈ કારણસર ની એસીમા અચાનક કમ્પ્રેસર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો ઘટનામાં ત્રણ કર્મચારીને ગંભીર ઈજા પહોચી હતી ફેકટરીમાં કામ કરતા એતેસામ હાજીભાઈ પટેલ, ઉંમર-૨૨, સરફરાઝ નુરમામદ પટેલ, ઉંમર-૨૨, જુનેદ મામદભાઈ ખોરજીયા, ઉંમર-૪૨ ને ઈજા પોહ્ચતા તાત્ટકાલિક ૧૦૮ ટીમને જાણ કરતા ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે પોહ્ચ્ચી ઈજાગ્રસ્તને ૧૦૮ના ઇએમટી કલ્પેશભાઈ પાઈલોટ ગૌતમભાઈ લાલબાગ લોકેશનના દિલીપભાઈ સોલંકી,અલ્પેસ્ભાઈ રામ માર્કેટિંગ યાર્ડના ઇએમટી ઇકબાલભાઈ તેમજ પાઈલોટ જયેશભાઈ સહિતના ત્રણ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે બોલાવીને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા એક કર્મચારી ગંભીર રીતે દાઝી જતા રાજકોટ ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે ફેકટરીમાં અફરાતફરી સર્જાઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW