HomeNationalઓઈલ કંપનીઓની ખોટ સરભર નહીં થાય ત્યાં સુધી પેટ્રોલ-ડિઝલ સસ્તા નહીં થાય

ઓઈલ કંપનીઓની ખોટ સરભર નહીં થાય ત્યાં સુધી પેટ્રોલ-ડિઝલ સસ્તા નહીં થાય

ઓઈલની કિંમતમાં છેલ્લા એક સપ્તાહમાં મોટો ધટાડો થવા છતાં ભારતીય ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડિઝલના છૂટક દામોમાં ઘટાડો નથી કરતી બલકે વધારો કરી રહી છે. આ મામલે કેન્દ્રીય પેટ્રોલીયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારતીય ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ઘટાડો નહીં કરે,કારણ કે કંપનીઓને તેના નુકસાનને ભરપાઈ કરવા માટે હજુ વધુ સમય જોઈએ છે.

ખરેખર તો હરદીપસિંહ પુરીએ પત્રકારનો એ સવાલનો જવાબ આપ્યો હતો કે જેમાં પૂછવામાં આવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો છે ત્યારે ઈંધણની છૂટક કિંમતમાં ઘટાડો થઈ શકે છે? તે સવાલના જવાબમાં હરદીપસિંહ પુરીએ જવાબ આપ્યો હતો.

હરદીપસિંહ પુરીએ વધુમાં જણાવ્યું હતું કે વિકસીત દેશોમાં પણ જુલાઈ 21થી ઓગષ્ટ 22 દરમ્યાન ઈંધણની કિંમતમાં લગભગ 40 ટકાની વૃદ્ધિ થઈ છે પણ ભારતમાં 2.12 ટકાનો ઘટાડો થયો છે. જો કે ભારતમાં કંપનીઓ નુકસાનની ભરપાઈ માટે ભાવ વધારવાનું કામ ચાલુ રાખી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW