HomeGujaratવાંકાનેરમાં એક દિવસમાં વિવિધ સ્થળ પર ફાસો લગાવી મહિલા સહીત 3...

વાંકાનેરમાં એક દિવસમાં વિવિધ સ્થળ પર ફાસો લગાવી મહિલા સહીત 3 લોકોનો આપઘાત

વાંકાનેર શહેરના અલગ અલગ વિસ્તારમાં એક દિવસમાં એક મહિલા સહીત 3 લોકોએ ગળેફાંસી લગાવી આપઘાત કર્યાની ઘટના બનતા ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી. તમામ બનાવમાં મૃતકોએ ક્યા કારણસર મોતને વ્હાલું કર્યું તે પણ સામે આવ્યું ન હતું. વાંકાનેર શહેરના ત્રણ આપઘાતના બનાવ જોઈએ તો પહેલો બનાવ શહેરના ખડીપરામાં બન્યો હતો અહી ભાવનાબેન હર્ષદભાઇ ધોળકીયા નામની 36 વર્ઉષની મહિલાએ પોતાના ઘરે સાંજે પોણા છ પહેલા કોઈ પણ સમયે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિજનો ડેડબોડી અત્રેની હોસ્પિટલમાં લાવ્યા હતા ભાવનાબેનના લગ્ન 20 વર્ષ પહેલા થયા હોવાનું સામે આવ્યું છે બીજો એક બનાવ આરોગ્ય નગર ટાંકી વાળી શેરીમાં બન્યો હતો જ્યાં સંદીપભાઇ જગદીશભાઇ ગોરીયા નામના 36 વર્ષના યુવાને પોતાના ધરે આજરોજ કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો તો ત્રીજો આપઘાતનો બનાવ ભાટીયા સોસાયટી શારદા સ્કુલ ની બાજુમાં એક રહેણાંક મકાના થયો હતો જ્યાં બાજુમાં  વાંકાનેર પોતાના ધરે આજરોજ કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી તમામ આપઘાત બનાવમાં વાંકાનેર પોલીસે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

સામાન્ય બાબતોમાં ફાસો લગાવી જીવ ગુમાવવાની સતત વધી રહેલી ઘટના ચિંતાનું કારણ બની છે સરકાર દ્વારા આપઘાતના બનાવ અટકાવવા હેલ્પ લાઈન શરુ કરવામાં આવી હતી જોકે આ હેલ્પલાઇન લાઈફલાઈન બનવામાં નિષ્ફળ ગઈ હોય તેમ લોકો આપઘાત કરી રહ્યા છે ત્યારે નાની નાની બાબતોમાં થતા આપઘાતના બનાવ કાબુમાં લાવવા સરકારની સાથે સભ્ય સમાજના આગેવાનોએ પણ આગળ આવવું પડશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW